15મી એપ્રિલે નહીં હટે લોકડાઉન? મોદી સાથેની બેઠક બાદ આ CMના ટ્વિટથી ખળભળાટ

260

કોરોના વાયરસના ખતરાના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂની એક જ ટ્વિટે લોકડાઉનને લઈને ચર્ચા છેડી દીધી છે.

પેમા ખાંડુએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, લોકડાઉનનો 15 એપ્રિલે અંત આવી શકે છે. જોકે થોડી જ વારમાં તેમણે આ ટ્વિટ હટાવી દીધુ હતું અને બાદમાં આ મામલે સ્પષ્ટિકરણ આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી બેઠકનો એક વીડિયો શેર કરતા પેમા ખાંડૂએ લખ્યું હતું – લોકડાઉન 15 એપ્રિલે પુરૂ થશે, પણ તેનો અર્થ એ નથી કે લોકો રસ્તાઓ પર ફર્વા માટે આઝાદ હશે. કોરોના વાયરસની અસરને ઓછી કરવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી દાખવવી પડશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગ કોરોના સામે લડવાના શ્રેષ્ઠ ઉપાય છે.

પેમા ખાંડૂના આ ટ્વિટ બાદ એ ચર્ચાએ દેશભરમાં જોર પકડ્યું હતું કે, 15 દિવસ બાદ પણ લોકડાઉન યથાવત જ રહેશે.

બાદમાં આવ્યું સ્પષ્ટિકરણ

આ ટ્વિટને ડિલીટ કર્યા બાદ પેમા ખાંડૂએ એક ટ્વિટ કર્યું હતું, જેમાં ખંડન કરવામાં આવ્યું હતું. નવા ટ્વિટમાં પ્રેમા ખાંડૂએ લખ્યું હતું કે – લોકડાઉનના સમયને લઈને કરવામાં આવેલુ અગાઉનું ટ્વિટ એક અધિકારીએ કર્યું હતું, જેમને હિંદી ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. માટે આ ટ્વિટને હટાવી દેવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરનન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસને લઈને ઉભા થયેલા સંકટ, લોકડાઉન અને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

Share Now