વિશ્વભરના લોકો હાલ કોરોનાવાયરસના ભયથી હેરાન થઈ રહ્યા છે. મરણાંક દિવસે ને દિવસે વધતો જ જાય છે. જે દેશોએ કોરોના વાયરસને સામાન્ય રીતે લીધે, તે દેશોમાં મરણાંક ઝડપથી વધી રહ્યો છે.
ચીનમાં જ્યારે કોરોના વાયરસની ઓળખ થઈ તેના પછી તેમણે વાયરસ સામે લડવા માટે 10 દિવસમાં એક હજાર બેડની અસ્થાઇ હૉસ્પિટલ બનાવડાવી દીધી હતી, હવે બ્રિટને ચીનનો આ રૅકૉર્ડ તોડતાં માત્ર 10 દિવસમાં 4000 બેડની ઇમરજન્સી હૉસ્પિટલ તૈયાર કરી દીધી છે. આ નવી હૉસ્પિટલને નાઇટેંગલ નામ આપવામાં આવ્યું છે. 4000 બેડના અ આસ્થાઇ હૉસ્પિટલમાં બુધવારથી દરદીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. બ્રિટેનમાં પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ હતી કે, વડાપ્રધાન બોરિસ જૉનસન પણ આની ઝપટમાં આવી ગયા હતા, તેના પછી તેમણે પોતાને ક્વૉરન્ટાઇન કર્યા.
ચીનથી થયું આગળ
વિશ્વના 195થી વધારે દેશોમાં હાલ 9 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે તો 40 હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે. તો, બ્રિટેનમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે. કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે સેના બોલાવીને બ્રિટેનએ 10 દિવસમાં 4000 બેડની ઇમરજેન્સી હૉસ્પિટલ તૈયાર કરી લીધી છે. ચીનમાં જ્યારે આ વાયરસનો પ્રકોપ ફેલાવાનું શરૂ થયું હતું તેના પછી ત્યાં રસ્તાી સાઇડમાં જ અસ્થાઇ હૉસ્પિટલ બનાવી દેવામાં આવી હતી. બીમારીના પ્રકોપને વધતાં જોઇ સરકારે સેનાની મદદથી અહીં ખાલી પડેલા બેડની એક અસ્થાઇ હૉસ્પિટલ બનાવી દેવામાં આવી હતી.
સેનાના 200 જવાનોએ દિવસરાત કરી મહેનત
આમ તો હૉસ્પિટલ બનાવવામાં ઘણો સમય લાગી જતો હોય છે પણ બ્રિટેને પોતાની સેનાને આ કામમાં લગાડી દીધી. સેનાના 200 જવાનોએ હૉસ્પિટલ બનાવવાની દોર હાથમાં લીધી તેના પછી ડ્રૉઇંગ બનાવવામાં આવી કે આ કન્વેંશન સેન્ટરને જુદાં જુદાં વિભાગોમાં વહેંચીને આનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. આર્મીના જવાન ઇજનેર, ડૉક્ટર્સની ટીમને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. સેનાના જવાન બધાં જ સંસાધનોનો પૂરા પાડી રહ્યા છે.