PM મોદી શુક્રવારે સવારે 9 વાગ્યે ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે : લોકડાઉન લંબાશે ?

252

કોરોના વાયરાસને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શુક્રવારે સવારે 9 વાગ્યે ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે.વડાપ્રધાન મોદી વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધિત કરશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી.આ ચર્ચા બાદ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ લોકડાઉનને લઈને એક મહત્વની વાત કરી હતી. પેમા ખાંડુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,15મી એપ્રિલે લોકડાઉન પુરૂ થશે.પરંતુ લોકોને બહાર ફરવાની આઝાદી નહીં આપવામાં આવે. પેમા ખાંડૂના આ ટ્વિટના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે તેમણે થોડા જ સમયમાં આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે દેશના નામે સંબોધન કરશે.

વડાપ્રધાન આવતી કાલે શુક્રવારે સવારે 9 કલાકે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. પીએમ મોદી વીડિયો મેસેજ દ્વારા આ સંબોધન કરશે. જોકે આ સંબોધનમાં વડાપ્રધાન કઈ બાબતનો ઉલ્લેખ કરશે તે બાબત હજી સુધી સ્પષ્ટ નથી પણ લોકડાઉનને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

અગાઉ વડાપ્રધાન મોદીએ 24મી માર્ચે રાષ્ટ્રના નામે સંબોધન કરીને અડધી રાતથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.પેમા ખાંડૂના આ ટ્વિટના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે તેમણે થોડા જ સમયમાં આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે દેશના નામે સંબોધન કરશે.

Share Now