ગુજરાતમાં તબલીગી જમાતના વધુ 20 લોકો પ્રવેશ્યા

287

નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનો મરકઝ દેશમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બની રહ્યું છે. દિલ્હીમાં બુધવારના રોજ સામે આવેલા 32 નવા દર્દીમાં 29 આ મરકઝના છે. દેશભરમાંખથી પહોંચેલા આ લોકોમાં અત્યાર સુધી 300થી વધુ મહામારીના દર્દી મળ્યા છે. તેમાંથી 110 તો બુધવારના રોજ તામિલનાડુમાં સામે આવ્યા હતા ત્યારે આ ખતરો હવે ગુજરાત પર પણ મંડરાઇ રહ્યો છે. કારણ કે, નવસારી અને બોટાદના કુલ 20 લોકો આ તબલિગી જમાતના મરકજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દિલ્હી ખાતે યોજાયેલ તબલિગી જમાતના મરકજના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો કોરોના પોઝિટિવ જણાતા ભાગ લેનારા તમામ લોકોની ઓળખાણ મેળવી ચકાસણી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજયમાંથી પણ ઘણા લોકો ગયા હતા. જેમાં બોટાદ શહેરના 4 લોકો પણ હતા ત્યારે હાલ બોટાદના વોરાવાડ વિસ્તારમાં કે અહીંનું એક દંપતી તેમજ જુમ્મા મસ્જીદ વિસ્તારનું પણ એક દંપતિ એમ 2 મહિલા અને 2 પુરુષ કુલ 4 વ્યક્તિ દિલ્હી ખાતે યોજાયેલ તબલિગી જમાતના કાર્યક્રમમા 13 ફેબ્રુઆરીના રોજ બોટાદથી ટ્રેનમા દિલ્હી ગયા હતા.

જ્યાં 14, 15, 16 ફેબ્રુઆરી એમ કુલ ત્રણ દિવસ નિઝામુદ્દીન દિલ્હી ખાતે મરકજ કાર્યક્રમમાં રોકાયેલ હતા અને ત્યાર બાદ તેઓ તારીખ 17 ફેબ્રુઆરીના રોજ હરિયાણાના જિંદ ખાતે ગયેલ અને જ્યાં 17 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી રોકાયા હતા. બાદમાં જિંદ હરિયાણાથી 28 માર્ચ રોજ નીકળી અને તુફાન ગાડીમા અન્ય ભાવનગર લોકો સાથે 29 માર્ચના રોજ પોતાના ઘરે બોટાદ શહેર ખાતે પરત આવ્યા હતા. આ 4 લોકોએ રાજયબહારથી આવ્યાની જાણ થતાં જ બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કરાતા કોઈ સંક્રમણ નહીં જણાતા બહારથી આવેલા હોવાના કારણે તમામ 4 લોકોને પોતાના ઘર ખાતે 29 માર્ચથી જ હોમ કોરેન્ટઇડ કરવામાં આવેલ છે અને અહીં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે કે આ હોમ કોરેન્ટઇડ લોકો કોઈના સંપર્કમાં ના આવે તેનું વિશેષ ધ્યાન રાખી રખાયું છે.

આ જ મામલે નવસારી આરોગ્યની ટીમ પણ હરકતમાં આવી ગઇ છે. દિલ્હીના નિઝામુદ્દીન તબ્લિકી જમાતમાં નવસારી જિલ્લાના 16 લોકો ગયા હતા. આ તમામ લોકોને નવસારી પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા તમામને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામના મેડિકલ રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Share Now