નવી દિલ્હી,
દેશમાં કોરોના વાયરસના કેસો વધીને લગભગ 2000 જેટલા વધી ગયા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મરકઝમાં સામેલ 400 લોકોને ચેપ લાગ્યાં બાદ કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે.
આ પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તબલીગી પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા લગભગ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કર્યા છે.
ગુરુવારે ગૃહ મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવી કે ટુરીસ્ટ વિઝા પર તબલીગી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનાં કારણે 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના ભારતીય વિઝા પણ રદ કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા એક અન્ય ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય દ્વારા તબલિગી જમાત, નિઝામુદ્દીનના મામલામાં દિલ્હી પોલીસને અને અન્ય સંબંધિત રાજ્યોના ડિરેક્ટર જનરલ પોલીસને ફોરેનર્સ એક્ટ, 1946 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે 960 વિદેશીઓ વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
અ પુર્વે ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે તબલીગી જમાત કેસમાં લગભગ 900 જેટલા તબલીગી કાર્યકરો અને તેમની સાથે રહેતા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તે બધાને ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવી રહ્યા છે. આમાંથી 1306 વિદેશી નાગરિકો છે.