બેજીંગ તા. ૩ : ચીનમાં કોરોના સંક્રમણના ૩૫ વધુ કેસ નોંધાયા છે. આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઇ પ્રાંતમાં બુધવારે વધુ ૬ લોકોના મોત થયાની પુષ્ટી કરાઇ છે.અધિકારીઓએ ગુરૂવારે આ માહિતી આપી હતી.ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ પોતાના દૈનિક રિપોર્ટમાં જણાવ્યું કે, હુબેઇ પ્રાંતમાં બુધવારે ૩૭ કનિદૈ લાકિઅ નવા શંકાસ્પદ અકિલા કેસ બહાર આવ્યા છે.રિપોર્ટમાં જણાવાયુ઼ છે કે નવા જે ૩૫ કેસ જાહેર થયા છે તે લોકો વિદેશ યાત્રા કરી આવ્યા હતા અને આમ વિદેશથી સંક્રમણના કેસનો આંકડો ૮૪૧ થયો છે.જોકે બુધવારે આ પ્રાંતમાં આ બિમારીથી છ લોકોના મોત થયા છે.કમિશને કહ્યું કે, બધા શંકાસ્પદ કેસમાં લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.હુબેઇ પ્રાંતમાં ૧૧૩૨ દર્દીઓનો ઇલાજ વિભીન્ન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે,જેમાંથી ૨૮૦ લોકોની હાલત ગંભીર અને ૧૨૦ અન્ય લોકોની હાલત અતિ ગંભીર છે.સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર,હુબેઇમાં અત્યાર સુધીમાં ૬૭૮૦૨ કેસોની પુષ્ટી થઇ છે જેમાં વુહાનના ૫૦૦૦૭ કેસ પણ સામેલ છે.