ચીનનાં સૌથી મોટા વૈજ્ઞાનિકનો અનોખો દાવો
નવી દિલ્હી, તા.૩: ગત્ત દ્યણા દિવસોથી કોરોના વાયરસનાં કારણે લગાવાયેલા લોકડાઉન વચ્ચે દરેક વ્યકિતનાં મનમાં માત્ર એક જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આ બધો અંત કયારે આવશે ? વિશ્વનાં તમામ નેતાઓ અને વૈજ્ઞાનિકો પણ આ સવાલો ઉઠાવી રહ્યા છે.કયારે આ સંકટ ટળશે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.બીજી તરફ સારા સમાાર આવી રહ્યા છે કે,ચીનનાં સૌથી પ્રતિષ્ઠીત વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આગામી ચાર અઠવાડીયા એટલે કે એક મહિનાની અંદર કોરોના વાયરસ ખતમ થઇ જશે.ચીનનાં સૌથી મોટા સાયન્ટીસ્ટ ડો જોંગ નાનશાને કહ્યું કે, એપ્રીલ મહિનાના અંત સુધીમાં કોરોના વાયરસનો કહેર શાંત થવા લાગશે.ડો નાનશાનનો દાવો છે કે ચીન ફરી એકવાર આ વાયરસથી સંક્રમિત નહી થાય. ચીનની જ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાંતેમણે કહ્યું કે, વિશ્વનાં અનેક દેશોએ તેને અટકાવવા માટે જે લોકડાઉન સિસ્ટમ અપનાવી છે તે વાયરસને અટકાવવામાં ખુબ જ પ્રભાવી પગલું છે.એપ્રીલના અંત સુધીમાં આ વાયરસ ખતમ થઇ જશે. જયારે તેમને પુછવામાં આવ્યું કે,ચીનનાં વુહાન શહેરમાં ઠીક થઇ ચુકેલા ફરી એકવાર કોરોના વાયરસ થઇ શકે છે, તેવું તેમણે કહ્યું કે,આવું ખુબ જ ઓછું થાય છે. ડો નાનશાનનું કહેવું છે કે કોઇ વ્યકિતનાં ઠીક થયા બાદ ફરી એકવાર સંક્રમિત થવાનું એક કારણ શરીરમાં એન્ટીબોડિઝના હોવાનું છે.