કોરોના ના હાહાકાર વચ્ચે હિન્દૂ કિશોરીના અપહરણની ઘટના : દુષ્કર્મ અને ફરજીયાત શાદી

277

-કિશોરીની વિધવા માતાને પોતાના સહીત બાકીના 5 બાળકો ઉપર પણ જુલમ થવાની ભીતિ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે હિન્દૂ કિશોરીનું અપહરણ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ શેતાન માનસ ધરાવતા યુવક મુનીર અહમદે બહાવલપુર સ્થિત 15 વર્ષીય હિન્દૂ કિશોરીનું 13 માર્ચના રોજ અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ ગુજારી ફરજીયાત શાદી કરી લીધી છે.વાત આટલેથી જ પુરી થતી અકિલા નથી પરંતુ આ યુવકે કિશોરીને મુક્ત કરવા માટે 4 લાખની ખંડણી માંગી જે આપ્યા પછી પણ તેને મુક્ત કરવાને બદલે રૂપિયા રાખી લીધા હોવાનું અધમ કૃત્ય કર્યું છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા સમય પહેલા એક શીખ યુવતીનું અપહરણ કરાયું હતું જેની બાદમાં હત્યા કરી નંખાઈ હતી.ભારત સરકારે સખ્ત વિરોધ નોંધાવી પાકિસ્તાન સરકાર સમક્ષ કિશોરીને મુક્ત કરાવવા અને આરોપીને સજા કરાવવા માંગણી કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now