તબલિગી જમાતના મૈલાના સાદને ક્રાઇમ બ્રાન્ચની નોટિસ, પૂછ્યા 26 સવાલ

320

નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલિગી જમાતના અમીર મૌલાના મોહમ્મદ સાદને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ ફટકારી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મરકઝ સાથે જોડાયેલા 26 સવાલોના જવાબ માગ્યા છે. આ વચ્ચે મૌલાના મોહમ્મદ સાદની શોધમાં પોલીસના દરોડા જારી છે. એક દિવસ પહેલા મૌલાના સાદે પોતાનો એક ઓડિયો જારી કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તે આઇસોલેશનમાં છે.

ક્રાઇમ બ્રાન્ચ તરફથી ફટકારવામાં આવેલી નોટિસમાં સંગઠનનું સંપૂર્ણ સરનામું અને રજીસ્ટ્રેશન સાથે જોડાયેલી જાણકારીઓ, સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓની માહિતી, જેમાં ઘરનું એડ્રેસ અને મોબાઇલ નંબર પણ સામેલ છે. મરકઝના મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની ડિટેલ માગવામાં ાવી છે. સાથે પૂછવામાં આવ્યું કે આ લોકો ક્યારથી મકરઝ સાથે જોડાયેલા છે.

આ સાથે મરકઝના છેલ્લા ત્રણ વર્ષની ઇનકમ ટેક્સની ડિટેલ, પાન કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટની ડિટેલ અને એક વર્ષના બેન્ક સ્ટેટમેન્ટની ડિટેલ માગવામાં આવી છે. 1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધી મરકઝમાં થયેલા તમામ ધાર્મિક આયોજનની વિગતો પણ માગવામાં આવી છે. પૂછવામાં આવ્યું કે, મરકઝની અંદર સીસીટીવી લાગેલા છે, જો છે તો ક્યાં-ક્યાં.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૌલાના સાદને પૂછ્યું કે ધાર્મિક આયોજનોમાં લોકોને ભેગા કરતા પહેલા શું કોઈ મંજૂરી ક્યારેય પોલીસ કે તંત્ર પાસે માગવામાં આવી છે અથવા ક્યારે મળી તેની જાણકારી અને દસ્તાવેજ ઉપલબ્ધ કરાવો. 12 માર્ચ બાદ મરકઝમાં આવેલા તમામ લોકોની જાણકારી આપો, જેમાં વિદેશી અને ભારતીય સામેલ છે.

કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ

ક્રાઇમ બ્રાન્ચે પૂછ્યું કે, 12 માર્ચ 2020 બાદ મરકઝમાં કોણ-કોણ આવ્યું હતું અને કેટલા લોકો હતા, જે બીમાર હતા અને જેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, તેની સંપૂર્ણ જાણકારી જોઈએ. મરકઝના કોરોના કનેક્શનની સંપૂર્ણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ મામલામાં મૌલાના સાદ સહિત સાત લોકો પણ એફઆઈઆર નોંધાયેલી છે. હાલ, મૌલાના સાદ પોલીસની પકડથી દૂર છે.

Share Now