તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…

282

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીગી જમાતનાં મરકઝમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભીડ ભેગી કરનારા આરોપી મૌલાના સાદનું નિવેદન આવ્યું છે. મૌલાના સાદે ક્રાઇમ બ્રાંચની નોટિસનો જવાબ આપ્યો છે. તેમણે જવાબમાં કહ્યું કે તેઓ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં છે. ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદને 26 પ્રશ્ન પુછ્યા હતા. આ પ્રશ્નોનો જવાબ મૌલાના સાદે મોકલી દીધો છે.

મૌલાના સાદ હજુ સુધી ફરાર

મૌલાના સાદે કહ્યું કે તેઓ અત્યારે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં છે અને અત્યારે મકરઝ બંધ છે. મરકઝ ખુલશે ત્યારે તેઓ બાકીનાં પ્રશ્નોનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે માર્ચમાં મકરઝમાં થયેલા કાર્યક્રમમાં ભેગી થયેલી ભીડથી ફેલાયેલા કોરોનાને લઇને મૌલાના સાદ સહિત 6 લોકોની વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. જો કે મૌલાના સાદ હજુ સુધી ફરાર છે. ધરપકડનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મસ્જિદમાં જઇને જ નમાઝ પઢવાનું કહ્યું હતુ

ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલનાં મૌલાના સાદે પોતાના ઑડિયો જાહેર કર્યા હતા, જેમાં જણાવ્યું હતુ કે તેઓ આઇસોલેશનમાં છે. તેમણે પોતાના સમર્થકો અને મુસલમાનોને સરકારી આદેશોનું પાલન કરીને ભીડ ભેગી ના કરવાની અપીલ કરી. જો કે આ પહેલા જાહેર કરેલા એક ઑડિયોમાં મૌલાના બીમારીથી કંઇ નથી બગડવાનું તેવી વાત અને મસ્જિદોમાં જઇને જ નમાઝ પઢવાની વાત કરી રહ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચ તરફથી ફટકારવામાં આવી નોટિસ

ક્રાઇમ બ્રાન્ચ તરફ મોકલવામાં આવેલી નોટિસમાં સંગઠનનું આખું સરનામું અને રજિસ્ટ્રેશન સાથે જોડાયેલી જાણકારી, સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓની સંપૂર્ણ ડિટેલ, જેમાં ઘરનું સરનામું અને મોબાઈલ નબંર પણ સામેલ છે. મરકઝનાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની ડિટેલ માંગવામાં આવી છે. સાથે જ પુછવામાં આવ્યું છે કે આ લોકો ક્યારથી મરકઝ સાથે જોડાયેલા છે.

Share Now