કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે, લોકો ઘરમાંથી બહાર ના નિકળે જેથી સંક્રમણને ફેલાવાથી રોકી શકાય. આવામાં ગરીબ વર્ગના લોકો પર આભ તૂટી પડ્યું છે અને તે ખાવા માટે વલખા મારી રહ્યા છે.
ભૂખમરાની આવી જ બે તસવીરો બિહારના ભાગલપુરથી સામે આવી છે. જેના વિશે જાણી તમે ભાવુક થઇ જશો. એવું લાગી રહ્યું છે કે, લોકડાઉનના કારણે પેટ ભરવાને લઇ જે પડકારો સામે આવી રહ્યા છે તેનાથી માણસ અને જાનવર વચ્ચેનું અંતર પણ સમાપ્ત થઇ ગયું છે.
ખરેખર ભાગલપુરમાં રસ્તાના3 કિનારે રોટલીનો એક ટૂકડો પડેલો હતો. તે રોટલીના ટૂકડાને ખાવા માટે જ્યારે કૂતરૂં ત્યાં પહોંચ્યુ તો ત્યારે જ ત્યાં બે મહિલાઓ આવી પહોંચે છે. બંન્ને મહિલાઓ કૂતરાને ત્યાંથી ભગાડી તે રોટલી લઇ લે છે.
આ સમગ્ર ઘટના ત્યાં પાસમાં જ રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ. જે કોઇએ પણ આ વીડિયોને જોયો તે ભાવુક થઇ ગયા. ગરીબો પર ભોજનનું એવું સંકટ છે કે, હવે રસ્તા પર ફેંકેલ રોટલી પણ તેઓ ઉઠાવી રહ્યા છે.ત્યાં જ ભૂખમરાની બીજી ઘટના પણ ભાગલપુરથી જ છે. જ્યાં ત્રણ અનાથ બહેનોને પેટનો ખાડો પૂરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરવી પડી.
ખરેખર કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયુ તેનાથી ભાગલપુરમાં એક ગીરબ પરિવારની રોજી-રોડી છીનવાઇ ગઇ. એક અનાથ પરિવારની ત્રણ બહેનો બીજા લોકોના ઘરમાં કામ કરીને પેટ ભરતી હતી. લોકડાઉનના કારણે તેમનું કામ છૂટી ગયું અને તેઓ ભૂખમરાની કગાર પર આવી ગયા.
ત્રણ દિવસથી ભૂખી તરસી રહ્યા બાદ ત્રણે બહેનોને સમજમાં આવતું ન હતું કે, તેઓ કોની પાસે મદદ માંગે. આ દરમિયાન તેમને છાપામાં પીએણઓનો નંબર મળ્યો. મોટી બહેન ગીતાએ તે નંબર પર ફોન કરીને અધિકારીઓને ત્રણ દિવસથી ભૂખ્યા હોવાની જાણકારી આપી.
પીએમઓથી સ્થાનિક પ્રશાસનને ફોન આવ્યા બાદ જિલ્લામાં હડકંપ મચી ગયો. ભાગલપુરના જગદીશપુર અંચલના સીઓ એ આપદા વિભાગને ફોન કરીને તે અંગે જાણકારી આપી, જેના પછી અધિકારી જમવાનું લઇ ત્રણે બહેનો પાસે પહોંચ્યા અને તેમને રાશન પણ આપ્યું.