વડોદરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, વડોદરામાં કુલ 10, ગુજરાતમાં કુલ 112 પોઝિટિવ કેસ

312

ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 112 પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ છે.આજે ભાવનગરમાં બે કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે સુરતમાં એકનું મોત થતાં કોરોનાથી કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. હજુ આ કેસની સંખ્યા વધશે. છોટા ઉદેપુરમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે વડોદરામાં પણ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.

ગુજરાતમાં 112 પોઝિટિવ કેસ
ગુજરાતમાં 11ના મોત
વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10
વડોદરામાં પણ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.

વડોદરામાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 11 દિવસ બાદ વડોદરા શહેરમાં કોરોનાનો કેસ નોંધાયો. નાગરવાડાના 54 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણ દેખાયા હતા. જેથી તંત્ર દ્વારા સેમ્પલ લઈને રિપોર્ટ કરાતા પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે વડોદરામાં કોરોનાના પોઝિટિવ લોકોની સંખ્યા વધીને 10 થઈ છે

છોટા ઉદેપુરમાં 1 કેસ પોઝિટિવ

દિલ્હીના મરકજમાં ગયેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 60 વર્ષીય વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા 14 સેમ્પલમાંથી 13ના રિપોર્ટ નેગેટિવ, 1 પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 111 થઇ ગઈ છે.

ભાવગનરમાં 2 કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 110 સુધી પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાં 34 વર્ષના મહિલા, 26 વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યોં છે. બંને દર્દીઓ મૃતક વૃદ્ધાના સંપર્કમાં આવ્યાં હતા.

સુરતમાં એકનું મોત

રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજરોજ સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નિપજ્યું છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે.

Share Now