મુંબઈઃ 6 મહિનાના COVID-19 પોઝિટિવ બાળકને લઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી મા

301

મુંબઈ: દેશ કરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યો છે.સંક્રમણના મામલા તેજીથી ફેલાઈ રહ્યા છે.સરકારી તંત્ર આનાથી નિપટવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે.સરકાર કોરોના સંક્રમિત દર્દીના ઈલાજ માટે તરત એક્શન લઈ રહી છે,પરંતુ મુંબઈના કલ્યાણની એક મહિલાને પોતાના 6 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા ઈલાજ માટે કલાકો સુધી હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા.

Coroanvirus: 6 મહિનાના બાળકને લઈ હોસ્પિટલે ધક્કા ખાતી રહી મા
6 મહિનાના બાળકને થયો કોરોના
મા પોતાના 6 મહિનાના બાળકના ઈલાજ માટે મુંબઈના ત્રણ હોસ્પિટલના ધક્કા ખાતી રહી કોઈપણ હોસ્પિટલના ડૉક્ટરે તાવથી તપી રહેલ બાળકને હાથ સુદ્ધાં ના લગાવ્યો.મહિલાના સસરાનો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે,જે બાદ તેના 6 મહિનાના દીકરાને પણ કોરોનાએ સંક્રમિત કરી દીધું હતું.બાળકની તબિયત બગડી ગઈ હતી. તેને તેજ તાવ આવ્યો હતો.મહિલા બાળકને લઈ સૌથી પહેલા શાસ્ત્રી નગર હોસ્પિટલ પહોંચી. ત્યાં તેને ઉંઘાડી દેવામાં આવ્યો.ખોળામાં તાવથી તપી રહેલા દીકરાને લઈ હોસ્પિટલના ડોક્ટરો સામે મહિલા ઈલાજ માટે ભીખ માંગતી રહી,પરંતુ ડૉક્ટરે એમ કહીને ઈલાજ માટે ઈનકાર કરી દીધો કે કોરોનાના ઈલાજ માટે તેમની પાસે સુવિધા નથી. તેને બાળકને લઈ તારદેવના એસઆરસીસી હોસ્પિટલ જવા કહ્યું.
હોસ્પીટલે ધક્કા ખાધા

બાળકને લઈ મા એસઆરસીસી હોસ્પિટલે પહોંચી તો ત્યાં પણ ડૉક્ટરે બાળકના ઈળાજ કરવાની ના પાડી દીધો.તેમણે કહ્યું કે તેઓ COVID-19ના દર્દીઓનો ઈલાજ નથી કરી રહ્યા અને તેમને કસ્તૂરબા હોસ્પિટલે મોકલી આપ્યા.મહિલાએ ડૉક્ટરને અનુરોધ કર્યો ત્યારે હોસ્પિટલના એક સીનિયર ડૉક્ટરે કસ્તૂરબા હોસ્પિટલમાં એડમિશન માટે એખ પત્ર લખ્યો.મહિલા બાળકને લઈ કસ્તૂરબા હોસ્પિટલે પહોંચી તો બાળકને બહુ તેજ તાવ આવી ગયો હતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો.તેના શરીરમાં કોઈ હલચલ નહોતી થઈ રહી. મહિલા ગભરાઈને હોસ્પિટલમાં આમ તેમ ભટકતી રહી,પરંતુ કોઈપણ તેની મદદ માટે તૈયાર ના થયું.ઈલાજ શરૂ કરાયો

ટીવી ચેનલ દ્વારા જ્યારે મામલો મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી સુધી પહોંચ્યો ત્યારે જઈ બાળકનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો.બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.પરિવારમાં 2 લોકોમાં સંક્રમણ જણાયું છે. ઉપરાંત જ્યાં મહિલાનો પરિવાર રહે છે તેને ઈલાજ માટે સીલ કરી દેવામાં આવ્યો છે.

Share Now