
પીએમ મોદીએ શુક્રવારે દેશના લોકોને અપીલ કરી છે કે 5 એપ્રિલ એટલે કે રવિવારે બધા રાતે 9 વાગે 9 મિનિટ માટે પોત પોતાના ઘરોની લાઈટો બંધ કરીને દીવો, મિણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરો. શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતને પીએમ મોદીની અપીલ સમજમાં ન આવી અને તેમણે આની મજાક બનાવી. રાઉતે ટ્વિટ કર્યુ છે,’જ્યારે લોકોને તાળી પાડવાનુ કહેવામાં આવ્યુ તો તેમણે રસ્તા પર આવીને ઢોલ પીટ્યા. હવે હું આશા કરુ છુ કે તે પોતાના ઘર ના ફૂંકી દે.’
શું હતી પીએમ મોદીની અપીલ પીએમ મોદીએ લોકોને અપીલ કરી,’આ રવિવારે 5 એપ્રિલને બધાએ મળીને,કોરોનાના સંકટને અંધકારને પડકારવાનો છે, તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે.આ 5 એપ્રિલે આપણે 130 દેશવાસીઓની મહશક્તિનુ જાગરણ કરવાનુ છે.ઘરની બધી લાઈટો બંધ કરીને,ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભારહીને 9 મિનિટ માટે મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ કરો.અને એ વખતે જો ઘરની બધી લાઈટો બંધ કરશો,ચારે તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો કરશે,ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અહેસાસ થશે,જેમાં એક જ હેતુથી આપણે બધા લડી રહ્યા છે,તે દેખાશે.
કોંગ્રેસે પૂછ્યુ – દીવો કરીશુ પરંતુ ગરીબોનો ચૂલો કયારે ચાલુ થશે
પીએમ મોદીની આ અપીલ પર કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે.કોંગ્રેસે કહ્યુ કે દીવો કરીશુ પરંતુ દેશમાં ગરીબોનો ચૂલો ક્યારે ચાલુ થશે.પાર્ટીના પ્રવકતા પવન ખેડાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે પાર્ટી દીવો કરવાના વિરોધમાં નથી પરંતુ ગરીબોનો ચૂલો ક્યારે ચાલુ થશે. ખેડાએ કહ્યુ કે પીએમ મોદી ડૉક્ટર,નર્સ,સુરક્ષાકર્મીઓના સમર્થનમાં દીવો કરવાની વાત કહી રહ્યા છે પરંતુ તેમની સુરક્ષાનુ શું? ખેડાએ કહ્યુ કે દેશ આશા લગાવીને બેઠો હતો કે પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં ખેડૂતોના જન-ધન ખાતા, પેન્શનવાળાના ખાતામાં 7500 રૂપિયા અને મનરેગા મજૂરોના ખાતામાં 3 મહિનાનો એડવાન્સ પૈસા જમા કરાવવા અંગેના એલાન પ્રધાનમંત્રી કરશે. ખાડે પડેલી અર્થવ્યવસ્થા પર બોલશે પરંતુ તેમણે એવુ કંઈ કહ્યુ નહિ.આના કારણે દેશની જનતાને એક વાર ફરીથી પીએમ મોદીથી નિરાશા મળી છે.