ઇન્દોરમાં લોકોને કાબુ કરવા પોલીસે રોડ ઉપર ભૂત ઉતાર્યા

286

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસોએ શુક્રવારે લૉકડાઉન દરમ્યાન લોકો ઘરમાં રહે એ માટે ભૂતનો વેશ પહેરીને ડરાવ્યા જેથી તેઓ ઘરની બહાર ન નીકળે. ઇન્દોરના વિજયનગરની પોલીસે કેટલાક સામાજિક કાર્યકરોની મદદથી કાળા માસ્ક અને ફેફસાનું ચિત્ર ધરાવતા માસ્ક પહેરીને શહેરની ગલીઓમાં, ઝૂંપડપટ્ટીઓમાં તેમ જ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફરીને લોકોને ડરાવીને ઘરમાં રહેતા કર્યા હતાં.પોલીસ દ્વારા અજમાવવામાં આવેલો ભૂતનો કીમિયો કારગત નીવડ્યો અને પોલીસે એનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો.

અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ૬ સોશ્યલ વર્કરનું એક ગ્રુપ બનાવ્યું છે, જે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને લોકોને કોવિડ-19 વિશે સમજ આપે છે. આ સ્વયંસેવકો રસ્તા પર થૂંકનારને ભૂતનાં વસ્ત્રો પહેરીને ડરાવે છે અને કરફ્યુ દરમ્યાન ઘરની બહાર નીકળનારને ચેતવે છે કે જો તેઓ ઘરમાં નહીં રહે તો તેમને કોરોનાનો ચેપ લાગશે.ઇન્દોરમાં ૮૯ લોકોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે જેમાંથી પાંચ જણનાં મૃત્યુ થયાં છે.

Share Now