ચીનના વુહના શહેરમાંથી શરૂ થયેલા કોરોના વાયરસને દુનિયાભરમાં પોતાનો કહેર વરસાવ્યો છે.ત્યારે સ્પેનમાં પણ કોરોના વાયરસના કુલ 1 લાખ 26 હજાર જેટલા કેસ નોંધાયા છે.આ દેશમાં પરિસ્થિતી એટલી વીકટ બની ગઈ છે કે,અહીંયા હાલ 11, 947 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.જોકે, 34 હજાર 219 લોકો સાજા પણ થયા છે.
સ્પેન સરકારે લોકોને ઘરની બહાર નીકળવાની ના પાડી
જણાવી દઈએ કે, સ્પેનમાં દિવસે-દિવસે અહીંયા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સાથે જ સ્પેનની સરકારે લોકોને બીનજરૂરી ઘરની બહાર નીકળવાની પણ ના પાડી છે.દુનિયામાં ઈટલી અને અમેરિકા બાદ સ્પેનમાં જ સૌથી વધારે લોકોના મોત થયા છે.જેથી સ્પેનને પણ હાલ પુરતુ લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે.
દેશમાં 11,947 લોકોના મોત
સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ 1,26,168 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 11,947 લોકોના મોત થઈ ચૂક્યા છે.જેથી સ્પેનના નાગરિકોમાં પણ ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.જોકે, 34,219 લોકો કોરોના વાયરસથી સાજા પણ થયા છે.
આર્થિક ક્ષેત્રમાં પણ ખૂબ મોટો ફટકો
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 12,02,827 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 64,771 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.જેથી વિશ્વમાં પણ કોરોનાએ તબાહી મચાવી દીધી છે.વર્તમાન સમયમાં વધુ પડતા દેશમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે.જેથી આર્થિક ક્ષેત્રમાં પણ ખૂબ મોટો ફટકો પડ્યો છે.