રાજ્યભરમાં બે દિવસ હિટવેવની આગાહી

282

ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર.

ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની સૌથી વધુ અસર દેખાશે

એક તરફ દેશભર સહિત ગુજરાતમાં જ્યાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઇને રાજ્યભરમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. ગઇ કાલે રાજ્યનાં રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, કંડલા એરપોર્ટ સહિતનાં નવ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજથી આકરી ગરમી પડવાની શરૂઆત થઇ જશે. જેને લઇને અમદાવાદમાં ગરમીની શરૂઆતમાં જ ૪૧ ડિગ્રીથી થશે.

જો કે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં હિટવેવની પણ સંભાવના છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક ગરમ પવન ફૂંકાશે. જેને લઇને ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની સૌથી વધુ અસર જોવા મળશે. આ શહેરોનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં ઉનાળાને લઇને હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની શરૂઆત થવાની છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ હિટવેવથી ગરમીથી શેકાવું પડશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફુંકાવાથી આગામી બે દિવસ હિટવેવની આશંકા હવામાન વિભાગે વ્યકત કરી છે.

Share Now