દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલું મરકઝ કોરોનાનું મોટું કેન્દ્ર બની ગયું છે. મરકઝથી નીકળેલા અનેક જમાતી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ મોટી લાપરવાહી માટે મરકઝનાં સંચાલક મૌલાના સાદની વિરુદ્ધ કેસ પણ નોંધાવી દેવામાં આવ્યો છે, પરંતુ તેઓ પણ ફરાર છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે મૌલાના સાદને બીજી નોટિસ ફટકારી છે.
મરખઝ ખુલ્યા બાદ બાકીનાં પ્રશ્નોનો જવાબ અપાશે
મૌલાના સાદે જણાવ્યું છે કે તેઓ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં છે ત્યારબાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે નોટિસ મોકલીને 26 પ્રશ્નોનાં જવાબ માંગ્યા છે, પરંતુ કોઈપણ પ્રશ્નનો જવાબ મૌલાના સાદે નથી આપ્યો. મૌલાના સાદે કહ્યું છે કે તેઓ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં છે અને મરકઝ અત્યારે બંધ છે, તેથી કોઈપણ પ્રશ્નનો જવાબ તેઓ અત્યારે નહી આપી શકે. જ્યારે મરકઝ ખુલશે ત્યારે બાકીનાં પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે.
મરકઝમાંથી ના મળી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ
મૌલાના સાદનાં આ વલણથી ઇન્વેસ્ટિગેશન ટીમ સંતુષ્ટ નથી અને ટીમે બીજી નોટિસ ફટકારી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મરકઝમાં તપાસ પણ શરુ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોનું કહેવું છે કે મરકઝમાં અંદર કોઈ સીસીટીવી નથી મળ્યા, સાથે જ મકરઝથી જોડાયેલા લોકો ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને મકરઝમાંથી કેટલાક દસ્તાવેજ મળ્યા જેની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમે પણ મરકઝ જઇને તપાસ કરી છે, પરંતુ ત્યાંથી કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નથી મળી.
લેપટોપ અને મોબાઇલનો ઉપયોગ ના કરે મૌલાના તે માનવું મુશ્કેલ
મરકઝથી કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ના મળવાનું પણ તપાસ ટીમનાં શકને વધારી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે મૌલાના સાદનાં સેલ્ફ ક્વોરન્ટાઇનમાં હોવાની વાત સ્વીકાર્ય છે, પરંતુ તેઓ લેપટોપ અથવા મોબાઇલનો ઉપયોગ ના કરી શકે તેવું માનવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે મૌલાના સાદને બીજી નોટિસ ફટકારવામાં આવી છે અને પ્રશ્નોનાં જવાબ માંગ્યા છે.