સુરતમાં આજના દિવસ વધુ બે કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. આજે સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. સવારે એક કેસ પોઝિટિવ નોંધાયા બાદ વધુ બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક 45 વર્ષીય મહિલા છે જ્યારે અન્ય 70 વર્ષીય વૃદ્ધા છે.