દુનિયાનાં મોટાભાગનાં દેશો કોરોના વાયરસનાં સંકટનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસનાં ખતરાને નજરઅંદાજ કરવાનાં કારણે કેટલાક દેશ ખરાબ રીતે આની ઝપટમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશ પોતાની સક્રિયતા અને સૂઝ-સમજનાં દમ પર આના પર નિયંત્રણ કરવામાં સફળ રહ્યા છે. 25 જાન્યુઆરીનાં જ્યારે આખી દુનિયામાં કોરોના વાયરસનો ખતરો સંપૂર્ણ રીતે સામે પણ નહોતો આવ્યો ત્યારે ચીનની બહાર ફક્ત બે દેશોમાં સંક્રમણનાં કેસ સામે આવ્યા હતા. આ દેશ હતા ઑસ્ટ્રેલિયા અને તાઇવાન.
તાઈવાનમાં કોરોના વાયરસ સંક્રમણનાં 400થી પણ ઓછા કેસ
ઑસ્ટ્રેલિયા અને તાઇવાનની વસ્તી લગભગ સરખી છે. બંને દેશોમાં લગભગ 2.4 કરોડની વસ્તી રહે છે. બંને દેશોનાં ચીન સાથે સારા વેપાર સંબંધો પણ છે. આટલી સમાનતાઓ હોવા છતા ઑસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ સંક્રમણનાં 5 હજાર કેસ સામે આવી ચુક્યા છે તો તાઇવાનમાં સંક્રમણનાં 400થી પણ ઓછા કેસ છે. તેનો મતલબ એ છે કે ઑસ્ટ્રેલિયાએ કોરોના વાયરસને પહોંચી વળવામાં ભૂલો કરી છે, કેમકે 20 દેશોમાં સંક્રમણનાં આનાથી ઘણા વધારે કેસ સામે આવી ચુક્યા છે.
સાર્સ મહામારીનાં કારણે તરત જ ચેત્યું તાઇવાન
તાઇવાનની કોરોના સામેની જીત ચોંકાવનારી છે. તાઇવાન ખુદને સાર્વભૌમિક દેશ માને છે, પરંતુ ચીન સહિતનાં મોટાભાગનાં દેશ ‘વન ચાઇના પૉલિસી’ અંતર્ગત તાઇવાનને ચીનથી અલગ માન્યતા નથી આપતા. જ્યારે 2003માં સીવિયર એક્યૂટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ)ની મહામારી આવી હતી તો ચીન અને હોંગકોંગ ઉપરાંત તાઇવાન સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયું હતુ. દક્ષિણ-પૂર્વ ચીનનાં દરિયાઈ તટથી 180 કિમી દૂર આ દ્વીપ પર દોઢ લાખ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને 181 લોકોનાં મોત થયા હતા.
સ્વાસ્થ્ય સુવિધાઓ વિશ્વ સ્તરીય
જો કે વર્તમાન કોરોનાની સામે માર્સ અને સાર્સની મહામારી કંઇ જ નહોતી, પરંતુ લોકોનાં મનમાં એ જૂની યાદો તાજા થઈ ગઈ. દુનિયાનાં બાકીનાં દેશોની તુલનામાં તાઇવાનની સરકાર અને જનતાએ કોરોના વાયરસને ગંભીરતાથી લીધો. જાન્યુઆરીમાં જ તાઇવાને કોરોનાનાં ખતરાને જોઇને સીમાઓ બંધ કરી દીધી અને લોકો રસ્તાઓ પર માસ્ક પહેરીને જોવા મળ્યા. જર્નલ ઑફ અમેરિકન મેડિકલ એસોસિએશનની રિપોર્ટ પ્રમાણે તાઇવાનમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વિશ્વ સ્તરીય છે. કોરોના વાયરસનાં ફેલાવાનાં સમાચાર મળતા જ સાર્સને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલા નેશનલ હેલ્થ કમાન્ડ સેન્ટરનાં અધિકારી સક્રિય થઈ ગયા.
કમાન્ડ સેન્ટ્રલનાં કારણથી મેડિકલ અધિકારીઓને મળી ત્વરિત મદદ
એનએચસીસીએ કોરોનાનાં ખતરાની વિરુદ્ધ તરત પગલા લેવાનું શરુ કરી દીધું. કમાન્ડ સેન્ટ્રલનાં કારણથી મેડિકલ અધિકારીઓને કોરોના વાયરસ સંબંધિત ડેટા એકત્રિત કરવા, સંસાધનો માટે વિતરણ, સંભવિત કેસો અને તેમના સંપર્કની યાદી બનાવવી સરળ થયું. વાયરસ સંક્રમિત દર્દીઓને ઓળખ કરીને તરત જ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા.