સુરત: પાંડેસરાના પ્રોસેસિંગ એકમોને પાણી માટે મિનિમમ ચાર્જીસ નહીં ગણવા માગ

322

સુરત, તા. 6 એપ્રિલ 2020 સોમવાર

લોક ડાઉનને કારણે પાંડેસરા જીઆઇડીસીમાંના પ્રોસેસિંગ એકમો બંધ હાલતમાં છે. પ્રોસેસિંગ એકમો સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા ઔદ્યોગિક હેતુસરના પાણીનો વપરાશ કરે છે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મીનીમમ ચાર્જીસ નહીં લેવા માટે ઉદ્યોગકારો વતી રજૂઆત કરવામાં આવી છે.

પાંડેસરા ગ્રીન એન્વાયરમેન્ટ એન્ડ વોટર વેલફેર કો.ઓ.સોસાયટીએ ઓથોરિટીને એક પત્ર લખીને જણાવ્યું છે કે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ તમામ પ્રોસેસ હાઉસમાં પ્રતિ એકમમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનું પાણીનો વપરાશ કરવામાં આવે છે. એસએમસી સાથે કરાર થયા મુજબ પાણીનો વપરાશ કરતા એકમોએ પાણીનો વપરાશ કરતા ન હોય છતાં મિનીમમ ચાર્જ જમા કરાવવાનું ઠરાવવામાં આવેલ છે.

અત્યારે પ્રોસેસ હાઉસ દ્વારા પાણીનો વપરાશ કરવામાં આવેલ ન હોવાથી મિનિમમ ચાર્જીસ નહીં લેવા વિનંતી છે. બીલ ખરેખર રીડિંગ પ્રમાણે આપવામાં આવે અને મિનિમમ ચાર્જીસમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Share Now