ટ્રમ્પની લુખ્ખી દાદાગીરીઃ કોરોનાની દવાના મુદ્દ ભારતને આપી ‘બદલો’ લેવાની ધમકી

327

મ્પે કહ્યું કે, ભારતે અમેરિકાના દવાના ઓર્ડરને શા માટે અટકાવી રાખ્યો છે એ મને સમજાતું નથી.

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાયરસના ચેપ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રઘવાયા થઈને લુખ્ખી દાદાગીરી પર ઉતર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં નરેન્દ્ર મોદીને ફોન કરીને મલેરિયા નાશક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો મોકલવા કહ્યું હતું. ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ દવા અમેરિકામાં મોકલવા અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. ટ્રમ્પ સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે, અમેરિકાના દવા મોકલવાના ઓર્ડર પર વિચાર કરીશું પણ કોઈ નિર્ણય હજુ નથી લીધો.

ભારતના આ વલણથી અકળાયેલા ટ્રમ્પે ભારતને ધમકી આપી છે કે, વડાપ્રધાન મોદી મલેરિયા નાશક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ નહીં હટાવે તો અમેરિકા તેનો બદલો લેશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રવચનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ધેર મે બી રીટેલિએશન. મતલબ કે અમેરિકા બદલાની કાર્યવાહી કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે, ભારતે અમેરિકાના દવાના ઓર્ડરને શા માટે અટકાવી રાખ્યો છે એ મને સમજાતું નથી. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, હાલ તો મેં મોદીએ શું નિર્ણય લીધો તે અંગે કશું સાંભળ્યું નથી. હું જાણું છું કે ભારતે અન્ય દેશોમાં દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, મારી તાજેતરમાં જ તેમની સાથે ચર્ચા થઈ હતી. ભારતના અમેરિકા સાથેના સંબંધ ઘણા સારા છે. હવે જોવાનું એ છે કે, ભારત અમને દવા મોકલવાની મંજૂરી આપે છે કે નહીં.’ ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધ છે. ભારત અમેરિકાને દવા નહીં મોકલે તો બંનેના સંબંધો પર માઠી અસર થઈ શકે છે.

Share Now