ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં સામે આવ્યાં છે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ 14 દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરવામાં આવી છે.AMC એ કોરોના પોઝિટિવ 14 દર્દીઓના નામ જાહેર કર્યા છે.જેમાં શહેરમાં પૂર્વ વિસ્તારમાં વધારે હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા જુહાપુરા, દરિયાપુર, કાલુપુર, જશોદાનગર, બોડકદેવના દર્દીઓના નામ જાહેર કર્યાં છે.આ સાથે દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.આજે રાજ્યમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં એકલા અમદાવાદ શહેરમાં જ 13 કેસ સામે આવ્યાં છે.જ્યારે અન્ય 6 કેસની વાત કરીએ તો પાટણમાંથી 3 અને ભાવનગર-આણંદ-સાબરકાંઠામાં એક-એક કેસ જોવા મળ્યો છે.
આમ રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ ચિંતાજનક આંકડો અમદાવાદને લઇને સામે આવી રહ્યો છે.જેમાં અમદાવાદમાં આજે 13 કેસ નોંધાતા કુલ અમદાવાદ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 77 થઇ ગઇ છે.
આમ આજે ગુજરાત માટે આજનો દિવસ ગંભીર બની ગયો છે.જેમાં આજે એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી માત્ર આ આંકડો 12થી 15ની વચ્ચે જોવા મળતો હતો ત્યારે આજરોજ એક દિવસમાં 19 કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ એક જ દિવસનો અત્યાર સુધીના સૌથી વધારે આંકડો સામે આવ્યો છે.
નોંધ : આ યાદી AMC દ્વારા જાહેરહિતમાં જાહેર કરાઈ છે.જેનાથી જો કોઈ અન્ય વ્યક્તિ આ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તો તે AMCને જાણ કરી શકે. આ વ્યક્તિ સાથે કોઈ પણ સામાજિક ભેદભાવ કરવામાં ન આવે તેની તકેદારી રાખવી.