આ ગોળીમાં એવુ તો શું છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતને ધમકાવી રહ્યાં છે, કોરોના થઈ જાય છે ગાયબ!

331

કોરોના વાયરસે દુનિયા આખીમાં હાહાકાર મચાવ્યો છે. હજારોના મોત, લાખો બીમાર અને ડામાડોળ થતી સ્વાસ્થ્ય સેવાઓના કારણે દુનિયાનો દરેક દેશ મુશ્કેલીમાં છે. દુનિયાના સુપરપાવર ગણાતુ અમેરિકા પણ કોરોના સામે ઘુંટણીયે પડી ગયું છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પોતે એ હદે પરેશાન છે કે, ભારતમાં મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઈડ્રૉક્સીક્લોરોક્વીન માટે ભારત સામે હાથ ફેલાવ્યા છે.

જેથી સવાલ એ ઉભો થાય છે કે, શું મેલેરિયાની આ દવા કોવિડ-19ની સારવારનાં એટલી હદે અસરકારક છે? વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોની વાત માનવામાં આવે તો તેમણે આ દવાને કોરોનાની સારવારમાં અકસીર હોવાના કોઈ નક્કર પુરવા આપ્યા નથી.

કોરોના માટે રામબાણ છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન?

ડોક્ટર સહિત વૈજ્ઞાનિકોએ પણ હજી સુધી આ બાબતની પુરતી જાણકારી ના હોવાની વાત કહી છે. પરંતુ એ બાબત ચોક્કસ છે કે, જ્યાં જયાં કોરોના વાયરસની અસર વધારે છે ત્યાં ત્યા આ દવાઓ લેવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્રમ્પ અનેકવાર વાતચીતમાં પણ આ દવાની માંગણી કરી ચુક્યા છે. તેમણે આ દવા પુરી પાડવા ભારત સરકારને આગ્રહ કર્યો છે. જોકે તેમની સા મા6ગણીનો અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એનર્જી એંડ સાઈંટિફિક ડિસીઝના ડાયરેક્ટર ડો એંટની ફોસીએ વિરોધ કર્યો છે. ફોસીએ આ દવાની કોરોના પર અસર થતી હોવાને લઈને આશંકા વ્યક્ત કરી છે.

ભારતમાં પણ માત્ર હેલ્થ વર્કરો માટે જ આ દવા

ભારતમાં પણ આ દવા માત્ર એ લોકોને જ લેવાની મંજૂરી આપવામાં આવી છે જે કોરોના વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહેલા હેલ્થ વર્કર્સ અને કોવિડ-19ના દર્દીઓના સંપર્કમાં અવાનારા લોકોને. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, પુરતા પુરવાના હોવાના કારણે હેલ્થ વર્કર્સ અને કેટલાક અન્ય લોકોને આ દવા લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ દવા સમાન્ય લોકો માટે નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો ખુલાસો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોનાને લઈને જણાવ્યું હતુ કે, આ દવાની અસરને લઈને અમારી પાસે કોઈ પુરતા પુરાવા નથી. મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીથી આ બિમારીમાં રાહત થવાના પુરતા પુરાવા નથી. જે હેલ્થ વર્કર્સ કોવિદ-19ના દર્દીઓ વચ્ચે કામ કરે રહ્યાં છે તેમને જ આ દવા આપવામાં આવી રહી છે. કારણ કે તેમનું એક્સપોઝર વધારે છે. દરેક દવાની કોઈને કોઈ આડઅસર હોય છે.

તેની ટેક્નિકલ નિયમોનું પાલન કરી કોઈને પણ આ દવા ના લેઆની સલાહ આપવામાં આવી છે. જેમને પણ આ દવાને લઈને કોઈ સલાહ નથી આપવામાં આવી તેઓ આ દવા ના લે.

Share Now