હવે બ્રિટનને પણ ચૂનો લગાડ્યો ચીને, હલકી ક્વોલિટીની એન્ટી બોડી ટેસ્ટ કિટ પધરાવી

311

લંડન, તા.7 એપ્રિલ 2020, મંગળવાર

પહેલા કોરોના ફેલાવીને દુનિયાભરમાં બદનામ થઈ ચુકેલા ચીનને હવે હલકી ગુણવત્તાવાળા મેડિકલ સપ્લાય મોકલીને એક પછી એક દેશોને છેતરવાનુ શરુ કર્યુ છે.

આ દેશોની યાદીમાં હવે બ્રિટનનુ પણ નામ જોડાયુ છે. બ્રિટને રોગ પ્રતિકારક ક્ષમતાની ચકાસણી કરવા માટે ચીન પાસેથી મંગાવેલી 35 લાખ એન્ટી બોડી ટેસ્ટ કિટ હલકી ગુણવત્તાની નીકળી છે. જેનાથી હવે બ્રિટનની કોરોના સામેની લડાઈ વધારે મુશ્કેલ બની છે.

એક મીડિયા રિપોર્ટમાં ટેસ્ટિંગ કેમ્પેઈનના ચીફ પ્રોફેસર જોન ન્યૂટનને ટાંકીને કહેવાયુ હતુ કે, આ કિટથી મોટા પાયેતપાસ કરવી શક્ય નથી. બ્રિટનની આશાઓને આ પ્રકારની કિટના કારણે મોટો ફટકો પડ્યો છે.
હાલમાં કોરોનાના કારણે આઈસીયુમાં ભરતી પીએમ બોરિસ જોન્સનના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે, અવિશ્વસનીય ટેસ્ટના ગંભીર પરિણામ આવી શકે છે. કારણકે આ ટેસ્ટ લોકોને તેમની રોગપ્રતિકારક ક્ષમતાની ખોટી જાણકારી આપી શકે છે.

Share Now