કોરોના તાંડવ : એક ઇમરજન્સી રૂમમાં 40 મિનિટમાં જ થયા અનેક લોકોનાં મોત

298

કોરોના વાયરસનાં કારણે દુનિયાભરની સ્થિતિ બગડી ગઈ છે. વિશ્વની મહાસત્તાઓ પણ ડગમગી ઉઠી છે. કોરોનાનાં કારણે અમેરિકામાં સ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. અત્યાર સુધી અમેરિકામાં 9 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જયારે 3.37 લાખ લોકો કોરોના પોઝિટિવ છે.

40 મિનિટની અંદર જ 10 લોકોનાં મોત

કોરોના મહામારીનાં કારણે ન્યૂયોર્કની હાલત ખૂબ જ ખરાબ છે. અહીં દરરોજ સરેરાશ 400થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. રવિવારે ન્યૂયોર્કની એક હૉસ્પિટલની એક ઘટનાએ સૌને અંદરથી હચમચાવી દીધા છે. અહીં માત્ર 40 મિનિટની અંદર જ 10 લોકોનાં મોત થતા ખૌફ છવાઈ ગયો છે. અહીંના એક ડૉક્ટરે જણાવ્યું કે લોકો એટલા વધુ બીમાર છે કે ક્ષણભરમાં જ દર્દીઓના મોત થઈ જાય છે.
અહીં દાખલ થનારા લગભગ 25 ટકા લોકોનાં મોત

એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું કે, વેન્ટિલેટર લગાવતાં-લગાવતાં જ લોકોનાં મોત થઈ જાય છે. બ્રૂકલિનની આ હૉસ્પિટલમાં માત્ર કોરોનાનાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે અહીં દાખલ થનારા લગભગ 25 ટકા લોકોનાં મોત થઈ રહ્યા છે. ડૉક્ટર લૉરેન્જો પેલિડેંનોનું કહેવું છે કે હૉસ્પિટલની કોઈ ભૂલ નથી, પરંતુ આ બીમારી જ એવી છે કે કેટલાક લોકોને બચાવવા મુશ્કેલ થઈ જાય છે. આ હૉસ્પિટલનો સ્ટાફ સતત 24 કલાક કામ કરી રહ્યો છે. તેમને શ્વાસ લેવાનો પણ સમય નથી.

90 ટકા દર્દીની ઉંમર 45 વર્ષથી વધુ

તેમણે કહ્યું કે આ વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે કોઈ દર્દીનાં મોત બાદ તરત જ તે સ્થળને અડધા કલાકની અંદર ખાલી કરીને સેનેટાઇઝ કરવામાં આવે છે અને પછી બીજા દર્દીને ત્યાં રાખવામાં આવે છે. અહીં દાખલ થનારાં 90 ટકા દર્દીની ઉંમર 45 વર્ષથી વધુ છે, જ્યારે 60 ટકા દર્દીની ઉંમર 65 વર્ષથી વધુ રહે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને આશા આપી છે કે કોરોનાનો ખરાબ સમય જલદી ખત્મ થશે. ટ્રમ્પે કહ્યું છે કે વર્તમાનમાં કોરોનાની 10 દવાઓનો ટ્રાયલ ચાલી રહ્યો છે અને આમાંથી કેટલીક ઘણી જ સફળ થતી જોવા મળી રહી છે.

Share Now