કોરોનાનો ભરડો, ફ્રાન્સમાં વાયરસથી સંક્રમિત દર્દીનો આંકડો 1 લાખને પાર

717

સમગ્ર દુનિયા કોરોનાના કહેરના કારણે દરરોજ હજારો કેસનો સામનો કરી રહી છે, ત્યારે ફ્રાન્સમાં પણ કોરોનાના દર્દીનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. વિશ્વભરના 5 દેશમાં કોરોનાનો આંકડો 1 લાખને પાર થઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમા પણ હવે ફ્રાન્સનો પણ સમાવેશ થયો છે. જણાવી દઈએ કે, ફ્રાન્સમા કોરોનાથી મૃત્યુઆંક 10 હજારને પાર થયો છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક 1362687 પર

વિશ્વમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હાલમાં અપડેટ મુજબ વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક 1362687 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને કારણે મૃત્યુ આંક પણ 76,367 પહોંચી ગયો છે. કોરોના સંક્રમણથી સાજા થનારાનો આંક 2, 93, 743 થયો છે. વિશ્વમાં 31 માર્ચ સુધી કોરોનાને કારણે મૃત્યુ આંક 42309 હતો જે આજે સાતમા દિવસે વધીને 76367 એટલે કે લગભગ ડબલ થવા આવ્યો છે.

વિશ્વમાં 7 માર્ચે કોરોનાને કારણે મૃત્યુ આંક 3599 થયો

વિશ્વમાં 7 માર્ચે કોરોનાને કારણે મૃત્યુ આંક 3599 થયો હતો. અર્થાત મૃત્યુ આંકે તેની ગતિ સતત પકડી રાખી છે. 20 માર્ચે વિશ્વમાં કોરોનાને કારણે 11386 લોકોના મોત થયા હતા. કોરોનાને કારણે 15 માર્ચ પછી સતત વધારો થયો છે. છેલ્લા દિવસોમાં મૃત્યુ આંક 5 હજારના હિસાબે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈ કાલે કોરોનાને કારણે 5229 લોકોના મોત થયા હતા.

સ્પેનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 140510 પર પહોંચી

કોરોનાને કારણે મૃત્યુ આંક સૌથી વધારે 16523 સુધી પહોંચી ગયો છે. જ્યારે અમેરિકામાં પણ મૃત્યુ આંક 11 હજારે પહોંચી ગયો છે. સ્પેનમાં પણ કોરોનાને કારણે મૃત્યુ આંક 14 હજારે પહોંચવા આવ્યો છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંક 3.68લાખે પહોંચી ગયો છે. તો સ્પેનમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહ્યા છે. સ્પેનમા આજે નવા વધુ 3835 કેસ નોંધાતા સ્પેનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 140510 પર પહોંચી છે. ઈટલીમાં પણ કોરોનાને લીધે 132547 લોકોને અસર પહોંચી છે. ફ્રાન્સમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખે પહોંચવા આવી છે. ફ્રાન્સમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક પણ 8911 પહોંચી ગયો છે

સાઓ પાઉલોમાં 4600 થી પણ વધુ કેસ નોંધાયા

પાકિસ્તાનમાં પણ કોરોનાના 4 હજાર કેસ થઈ ગયા છે. જ્યારે મૃત્યુ 54 નોંધાયું છે. મંગળવારે જ ત્યાં 500 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કોરોનાના ચિત્રમાં ખાસ નહીં ચમકેલા દક્ષિણ અમેરિકા ખંડમાં પણ હવે વાઈરસનો વ્યાપ વધતો જાય છે. બ્રાઝિલનું સૌથી મોટું શહેર સાઓ પાઉલો દક્ષિણ અમેરિકા ખંડમાં કોરોનાનુ એપીસેન્ટર બન્યું છે. અહીંના સત્તાધિશોએ જણાવ્યું હતુ કે આ શહેરમાં આગામી છ માસમાં ૧ લાખથી ૧.૧૦ લાખ સુધી મોત થઈ શકે એમ છે. તો વળી બીજા અંદાજ પ્રમાણે મૃત્યુઆંક પોણા ત્રણ લાખ સુધી પહોંચી શકે એમ છે. હાલ સ્થિતિ કાબુમાં લેવા માટે લોકોને ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ છે. લૉકડાઉન પણ અમુક દિવસો સુધી લંબાવી દેવાયું છે. જોકે અત્યાર સુધીમાં સાઓ પાઉલોમાં 4600 થી પણ વધુ કેસ નોંધાયા છે અને 275 મૃત્યુ થયા છે.

પાકિસ્તાનમાં પણ કેસ વધી રહ્યા છે

સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રીએ કહ્યુ હતું કે અમારા દેશમાં કેસની સંખ્યા ૨ લાખ સુધી પહોંચી શકે એમ છે. સાઉદી અરેબિયાએ મોટા ભાગના વિસ્તારમાં લૉકડાઉન-કરફ્યુની જાહેરાત પહેલેથી જ કરી રાખી છે. મંત્રીએ જણાવ્યું હતુ કે અત્યારે જે સંખ્યામાં કેસ વધે છે, એ જોતા આગામી અઠવાડિયાઓ અમારા માટે બહુ મહત્ત્વના સાબિત થનાર છે. જોકે ત્યાં પણ અત્યાર સુધીમાં કુલ કેસ પોણા ત્રણ હજારથી વધારે જ્યારે મૃત્યુઆંક 41 નોંધાયો છે. સાઉદીએ પહેલેથી જ ઉમરાહ સહિતના ધાર્મિક મેળાવડાઓ કેન્સલ કરી દીધા છે. પાકિસ્તાનમાં પણ કેસ વધી રહ્યા છે, માટે સરકારે અમુક વિસ્તારોને લૉકડાઉન કર્યા છે. આખા જગતમાં લગભગ અડધી વસ્તી લૉકડાઉનથી ઘરોમાં કેદ છે.

માત્ર ન્યુયોર્કમાં જ 68 હજારથી વધારે કેસ નોંધાયા

ન્યુયોર્કના ગવર્નરે જણાવ્યું હતુ કે સ્થિતિ સુધરી રહી હોય એવું લાગે છે. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા બે દિવસથી કેસ વૃદ્ધિનું પ્રમાણ ઘટયું છે, મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને આઈસીયુમાં દાખલ કરવા પડે એવા દર્દીની સંખ્યા ઘટી રહી છે. માટે આ સ્થિતિ એ ન્યુયોર્ક માટે સારો સંકેત છે. આખા વિશ્વમાં હવે અમેરિકા કોરોનાનું એપીસેન્ટર બન્યું છે અને ત્યાં વળી સૌથી વધુ કેસ ન્યુયોર્કમાં છે. ન્યુયોર્ક રાજ્યમાં ૧.૪૦ લાખ કેસ જ્યારે ન્યુયોર્ક શહેરમાં ૬૮ હજારથી વધારે કેસ નોંધાયા છે. ન્યુયોર્ક શહેરના સ્માશન ચલાવતા અધિકારીઓએ જણાવ્યું હતુ કે અમારી પાસે સામાન્ય કરતા ત્રણગણી વધારે લાશો અંતિમવિધિ માટે આવે છે.

Share Now