દેખાઈ રહી છે તબલીગ જમાત કાંડની અસર, દેશમાં ૫૨૯૦ લોકો થયા કોરોનાનો શિકાર, ૧૬૨ લોકોના મોત

293

દેશભરમા ૨૧ દિવસના લોકડાઉન બાદ પણ ભારતમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.સરકાર સતત આ મહામારીથી બચવા લોકોને ઘરે જ રહેવા અપીલ કરી રહી છે.તેમ છતા દેશમા કોરોના વાયરસના વધતા કેસોના લીધે ભયનો માહોલ છે.સરકાર માટે આ સ્થિતિ હાલ મોટો પડકાર બન્યો છે.જેમા દેશમા અત્યાર સુધી ૫૨૯૦ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.જેમા ૧૬૬ લોકોના મોત થયા છે.જેમા ૪૦૦ થી વધુ લોકો સાજા થયા છે.

હાલ દેશમા કોરોના પોઝીટીવ સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમા ૧૧૬૧ છે. જેમાં ૬૪ લોકોના મોત થયા છે.તેની બાદ તમિલનાડુમા ૬૯૦ કોરોના પોઝીટીવ દર્દી છે જેમા ૭ લોકોના મૃત્યુ થયા છે.દિલ્હીમા ૬૦૬ કોરોના દર્દીઓ છે જેમાં ૯ લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત તેલંગાનામા ૪૦૪, રાજસ્થાનમા ૩૪૩,કેરલમા ૩૩૬, ઉત્તર પ્રદેશમા ૩૩૨,આંધ્રપ્રદેશમા ૩૨૪,મધ્ય પ્રદેશમા ૨૮૦,ગુજરાતમા ૧૬૯, હરિયાણામા ૧૨૯,જમ્મુ કાશ્મીરમા ૧૨૫, પંજાબમા ૯૯,પશ્ચિમ બંગાળમા ૮૭,ઓરિસ્સામા ૪૨, બિહારમા ૩૪,ઉત્તરાખંડમા ૩૧,અસમમા ૨૮,ચંદીગઢમા ૧૮, લદાખમા ૧૪, હિમાચલ પ્રદેશમા ૨૭, છતીસગઠમા ૧૦,અંદમાન નીકોબારમા ૧૦,ગોવામા ૭,પોંડેચરીમા ૬,ઝારખંડમા ૪,મણીપુરમા ૨,ત્રિપુરામા ૧, મિઝોરમમા ૧,અરુણાચલ પ્રદેશમા ૧ કોરોનાનો દર્દી નોંધાયો છે.આ ઉપરાંત દિલ્હીના નિઝામુદ્દીન મરકજમા ૧૩ થી ૧૫ એપ્રિલના દરમ્યાન એકત્ર થયેલા તબલીગ જમાતના ૩૦૦૦ થી વધારે લોકોના લીધે દેશમાં અનેક રાજ્યોમા કોરોના કેસમા ઝડપી વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય કે કોરોના વાયરસથી બચવા માટે ભારતમા ૨૧ દિવસનો લોકડાઉન કરવામા આવ્યો છે.જે ૨૫ માર્ચથી શરૂ થઈને ૧૪ એપ્રિલ સુધી ચાલશે.જો કે કોરોના વાયરસના લીધે ૧૮૩ દેશોના ૭૫,૮૦૦ લોકોના મોત થયા છે.તેમજ ૧૩.૫ લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

Share Now