વોશિંગટનઃ ભારત, અમેરિકા સહિત દુનિયાભરના દેશોમાં હાલમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. અમેરિકા (America)માં સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Coronavirus)એ ભારત (India) પાસે એક જરૂરી દવા માંગી હતી, જેને નહીં આપવા પર તેઓએ જવાબી કાર્યવાહીની ધમકી પણ આપી હતી. જોકે, ભારતે માનવીય હિતમાં આ દવાની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે.ભારતના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તાજેતરના નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના વખાણ કર્યા છે.
થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે એન્ટી-મલેરિયા hydroxychloroquine કે HCQ કોરોના વાયરસના પ્રકોપથી બચવામાં દદ કરી શકે છે. ભારત આ દવાનો સૌથી મોટો નિકાસ કરતો દેશ છે. તેના કારણે અનેક દેશોએ ભારતને આ દવાનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પહેલા જ ભારતે દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, હવે ભારતે આ પ્રતિબંધને હટાવી દીધો છે. તેની પર ટ્રમ્પે કહ્યું કે, ‘મેં પીએમ મોદીને પૂછ્યું કે શું તેઓ દવાઓ આપશે? તેઓ શાનદાર છે. તેઓએ અમેરિકાની મદદ કરી.’
અમેરિકાની ચેનલ ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે પોતાની જરૂરિયાત માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ પીએમ મોદીએ મદદ કરી છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એક નિવદેનમાં કહ્યું હતું કે જો ભારત hydroxychloroquineનો સપ્લાય નહીં કરે તો તેમની પર જવાબી કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદ ભારતમાં આ નિવેદનને લઈ ઘણો વિવાદ થયો હતો. કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ સરકારને અપીલ કરી હતી કે આ દવાની સપ્લાય અમેરિકાને ન કરવામાં આવે.
હાઇડ્રોક્સીક્લોરોક્વીન શું છે?
હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ્સનો ઉપયોગ ભારતમાં મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. ક્લોરોક્વાઇન ક્વવિનાઇનનું સિન્થેટિક રૂપ છે જે સિકોના છોડની છાલમાંથી મળે છે. તે દક્ષિણ અમેરિકામાં તાવની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્લોરોક્વાઇન પહેલીવાર 1930માં સિન્ટેટિક તરીકે બની હતી. જે દેશોમાં આ દવાઓ પર શોધ થઈ રહી છે તેમાં અમેરિકા સહિત ચીન અને ફ્રાન્સ જેવા દેશ પણ સામેલ છે. Corona: ટ્રમ્પે WHOને ગણાવ્યું ચીનનું હિમાયતી, કહ્યું- ફન્ડિંગ રોકી રહ્યા છીએ
શું તેના ઉપયોગથી ફાયદો થઈ રહ્યો છે ?
થોડાક દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી. અમેરિકાના શહેર કનસાસ સિટીમાં તેને લઈને ડૉક્ટર જેફ કૉલયરે કેટલીક શોધ કરી છે. તે શોધ મુજબ, હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine) અને એજિથ્રોમાસિન (azithromycin)ના મિશ્રણની અસર દર્દીઓ પર જોવા મળી રહી છે. તેઓએ તેનો ઉલ્લેખ વોશિંગટન પોસ્ટમાં પ્રકાશિત આર્ટિકલમાં કર્યો છે. આ ડ્રગ્સનો ઉપયોગ લેબ એન દર્દી બંને સ્થળે કરવામાં આવ્યો છે અને બંને સ્થળે સારા પરિણામ સામે આવ્યા છે. ડૉક્ટરે લખ્યું કે, કેટલાક આંકડા દર્શાવી રહ્યા છે કે બે ડ્રગ્સના ઉપયોગથી દર્દી પર સારી અસર જોવા મળી રહી છે. હું જે બ્રેવર અને ડૈન હિર્થોન અમે બધા જે દર્દીઓની આ દવાથી સારવાર કરી રહ્યા છીએ અને તેનાથી તેમાં ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. અમેરિકાના જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વિશેષજ્ઞોએ કહ્યું કે પહેલાના ટેસ્ટોમાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આ દવાઓ સામાન્ય દર્દીઓ માટે અસરકારક અને સુરક્ષિત છે.