– વૈભવી ફાર્મની અંદર મોટરેબલ રસ્તાઓ, મેનીક્યોર લોન પણ છે
શામલી,
તબલીદી જમાતના વડા મૌલાના સાદનો શામલીના કાંધલા ગામ સાથે પૈતૃક સંબંધ છે.આ નાનાકડા ગામમાં મૌલાનાનું આલિશાન ફાર્મ હાઉસ આવેલું છે તેમજ તેઓ કરોડોની સંપત્તિ પણ ધરાવે છે. વિસ્તારના ગામ મલકપુર અને જિડાના સહિત નાની-મોટી કેનાલ નજીક 25 વિઘામાં ફાર્મહાઉસ પથરાયેલું છે.આ વૈભવી ફાર્માહાઉસ મૌલાના સાદનું છે.આ ઉપરાંત તેઓ ખેતીની જમીન પણ અહીં ધરાવે છે.આ આલિશાન ફાર્મહાઉસમાં તમામ સુખ સુવિધાઓ ઉપરાંત સ્વિમિંગ પૂલ,સુપર બાઈક અને સંખ્યાબંધ મોંઘીદાટ કારોનો કાફલો પણ છે.
આ ફાર્મ હાઉસ પર અગાઉ કામ કરી ચુકેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે મૌલાનાના ફાર્મહાઉસમાં મોટરેબલ રસ્તાઓ તેમજ મૈનીક્યોર લોન પણ આવેલી છે.અહીં આલિશાન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ફાર્મ હાઉસ એટલું વિશાળ છે કે તેને બે વીજ જોડાણ લેવામાં આવ્યા છે.ઉર્જા વિભાગના સંયુક્ત ઈજનેરે જણાવ્યા મુજબ દસ કિલોવોટનું ઘરેલું કનેક્શન મૌલાનાના પુત્ર યુસુફના નામે છે જ્યારે દસ એચપીનું ટ્યુબવેલનું કનેક્શન મૌલાના સાદના નામે છે.
કોણ છે મૌલાના સાદ
મૌલાના સાદ સુન્ની મુલસ્લિમોના સૌથી મોટા સંગઠન તબલીગી જમાનના સંસ્થાપક મોહમ્મદ ઈસિલાય કાંધલવીના પ્રપૌત્ર છે. મૌલાના સાદે પોતાને તબલીગી જમાતના સૌથી અમિર જાહેર કર્યા હતા.
દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાનના ધાર્મિક મેળાવડા બાદ દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો નોંધાયો છે. તબલીગી જમાતના વડા મૌલાના સાદ હાલ અંડરગ્રાઉન્ડ છે અને તેમણે ઓડિયો સંદેશ દ્વારા જમાતીઓને લોકડાઉનનું પાલન કરવા જણાવ્યું હતું.દિલ્હી જમાતની ઘટના બાદ મૌલાના સાદ જાતે ક્વોરન્ટાઈનમાં હોવાનું જણાવીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.