વડોદરા : દેશભરમાં લોકડાઉનનો માહોલ છે અને માહોલ વચ્ચે પણ જાહેરનામાનો ભંગ કરીને વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી કડીયા મસ્જીદમાં નમાજ પઢવા ગયેલા સાત વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી.આ તમામની સામે ગુના દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાવપુરા વિસ્તારમાં લીમડાપોળના નાકે આવેલી કડીયા મસ્જીદમાંથી નમાજ પઢીને કેટલાક લોકો બહાર આવી રહ્યા હતા.આ અંગની પોલીસને બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.દિલ્હી ખાતે તબલીગી જમાત દ્વાર થયેલ મરકાઝ બાદ આક્રમક બનેલી પોલીસે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનાર આ તમામની સામે ગુનો દાખલ કરીને તમામ સાતની ધરપકડ કરી હતી.આ તમામની સામે જાહેરનામાના ભંગ અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે કલમ ૩ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
બે દિવસ પહેલાં જ તંત્ર દ્વારા કોરોના રેડ ઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારમાં 3 કોરોના પોઝિટિવ મળ્યા બાદ મંગળવારે ચોથો પોઝિટિવ કેસ જાહેર કરાયો હતો.નાગરવાડામાં જ ત્રણ દિવસમાં ચાર પોઝિટિવ દર્દીઓ જાહેર થયા છે.આ કેસ બાદ આ સંક્રમણ કેટલું વ્યાપક બન્યુ છે તે જાહેર થઈ ગયું છે. આ મામલે એટલે જ પોલીસ કડક વલણ અપનાવી રહી છે.