ચીનના વુહાનથી ચાલુ થયેલો Corona આખા વિશ્વને ભરડો લઈ ચૂક્યો છે. ભારતમાં પણ Corona સંક્રમિતોની સંખ્યા 6041 પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી 184 લોકોના મોત થયા છે. તો હજુ પણ દેશમાં 5288 Corona સંક્રમિતોના કેસ એક્ટિવ છે. અત્યાર સુધી દેશમાં 569 લોકોને રિકવર થયું છે. છેલ્લા 24 કલાકમાં નવા 773 મામલા સામે આવ્યા છે. દેશમાં છેલ્લા અઠવાડિયામાં એવરેજ 500થી વધુ લોકોને Coronaનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.
દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં મુંબઈની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. મુંબઈમાં અત્યાર સુધી 714 Corona સંક્રમિતો આવ્યા છે. ગઈ કાલે મહારાષ્ટ્રમાં છેલ્લા 12 કલાકમાં કુલ નવા કેસ 162 આવ્યા તેાં એકલા મુંબઈમાં જ 143 કેસ આવ્યા છે. રાજ્યમાં Corona સંક્રમિતોની સંખ્યા વધીને 12297 પહોંચી ગઈ છે. જેમાં 72 લોકોના મોત થયા છે. હજુ પણ મહારાષ્ટ્રમાં 946 કેસ એક્ટિવ છે.
અમદાવાદમાં 1000 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં નોધાયેલા 55 કેસમાંથી ફક્ત 50 કેસ અમદાવાદમાં નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં હજુ 1000 લોકોના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં 74 અર્બન હેલ્થ સેન્ટર ના 982 ટીમ અને 1900 હેલ્થકર્મીઓ ફિલ્ડમાં લોકોની તપાસ કરી રહ્યા છે. પરંતુ લોકો જ્યાં સુધી લોકડાઉનને સમજશે નહીં તો પછી પ્રશાસન કેટલું કરાવી શકશે.
લોકો 21 દિવસના લોકડાઉનના દિવસો ગણે છે. બસ હવે છૂટવાના 9 દિવસ બાકી પરંતુ ઘણાં લોકો લોકડાઉનને સમજ્યા વિના પોતાની મર્દાગની બતાવતા હોય તેમ કંઈપણ કામવિના બહાર નીકળી પડે છે. સોસાયટીમાં ઓટલા મંડળ ભરીને બેસી જાય છે.