દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ -19 થી પીડિત લોકોની સંખ્યા 6237 પર પહોંચી ગઈ છે. આ જીવલેણ વાયરસને કારણે 184 લોકોનાં મોત નીપજ્યાં છે. સરકાર આ જોખમી વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન સહિતના તમામ પગલા લઈ રહી છે. છતાં દેશના કેટલાક જિલ્લાઓ રોગના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઇ, પુણે, મધ્યપ્રદેશમાં ભોપાલ, ઇન્દોર અને બિહારનું સિવાન શહેર કોરોનાના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું છે. ઈન્દોરની સ્થિતિ ઘણી વિકટ છે. વહીવટીતંત્રના તમામ પ્રયાસો છતાં આ શહેરોમાં કોરોનાના વધતા જતા કેસોથી બધા હેરાન છે.
ઈંદોરમાં મોડી થયેલી કાર્યવાહી માટે કોણ જવાબદાર
મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોરોનામાં સૌથી ખરાબ સ્થિતિ છે. બુધવારે, ઈન્દોરમાં પણ 40 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે, ઈંદોરમાં કોરોના દર્દીઓની સંખ્યા 213 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં, કોરોનાથી ઇન્દોરમાં કુલ 22 લોકોનાં મોત નીપજ્યાં છે. ઇન્દોરમાં હોટ સ્પોટ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. એવા પણ અહેવાલ છે કે ઈન્દોરની પરિસ્થિતિ બગડવા માટે સરકારે મોડી ચાલુ કરેલી કાર્યવાહી પણ માનવામાં આવે છે.
ભોપાલમાં આરોગ્ય કર્મીઓ પણ નથી રહ્યા બાકાત
ઈન્દોર પછી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પણ સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં કોરોનાના 94 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં 50 જેટલા તો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ છે. વધતા જતા ભય અંગે સરકારે કડક નિર્ણયો પણ લીધા છે. ભોપાલના સીએમએચઓ દૂર કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોરોનાની વાસ્તવિક સ્થિતિને યોગ્ય રીતે મેનેજ કરી શક્યા નથી. હવે સરકારે રાજ્યમાં એસ્મા પણ લાગુ કરી દીધો છે. દરમિયાન, હેલ્થ વિભાગ દ્વારા અસરગ્રસ્ત તમામ કર્મચારીઓના સંપર્કમાં આવનાર લોકોની હિસ્ટ્રી મેળવી તેઓનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં ઊજ્જૈનમાં પણ કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. અહીં કોરોનાના 15 પોઝીટીવ કેસ થયા છે. રાજ્ય સરકારે આ શહેરને પણ સીલ કરી દીધું છે. લોકોની આવન જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દેશમાં લોકડાઉન વધારવા અપીલ કરી છે. ઉજ્જૈનમાં મેડિકલ ટીમ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાની બાબતો પણ આવી છે.
બિહારમાં સિવાનમાં કોરોના બન્યો હેવાન
વિદેશથી આવતા લોકો સાથેના આદાનપ્રદાનને કારણે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સવાલ એ છે કે શું રાજ્ય સરકાર વિદેશથી આવેલા લોકોને હોમ કોરેન્ટાઈન કરાવવામાં સફળ રહી નથી? એકલા સિવાનમાં 20 લોકો કોરોના સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. સિવાનમાં અન્ય એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી છે. 36 વર્ષીય વ્યક્તિ 16 માર્ચે દુબઇથી પરત આવ્યો હતો. તેની તપાસ કરતાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગુરુવારે સિવાનમાં અત્યાર સુધીમાં માત્ર 10 લોકો પોઝિટિવ નોંધાયા છે. બિહારમાં હવે કુલ 51 કોરોના પોઝિટિવ છે, જેમાંથી 20 સીવાન જિલ્લાના છે. એકંદરે સિવાન બિહારનો ‘વુહાન’ બની રહ્યો છે. પ્રાંતમાં કોરોનાસંક્રમિતોની સંખ્યા વધીને 50 થઈ ગઈ છે. તાજેતરના અપડેટ મુજબ, સીવાનથી પ્રથમ 5 દર્દીઓ ફરીથી મળ્યા છે. તેઓ કોરોના પીડિતના સંપર્કમાં પણ આવ્યા હતા જે સવારે 4 દર્દીઓની જેમ ઓમાનથી પાછા ફર્યા હતા. તેમાં 50 અને 20 વર્ષની બે મહિલાઓ, 30 વર્ષનો એક પુરુષ, 12 વર્ષની છોકરી અને 10 વર્ષનો એક બાળક છે. આ ઉપરાંત, 2 કોરોના પોઝિટિવ છોકરાઓ બેગુસરાય જિલ્લાથી મળ્યા છે. જેઓની ઉંમર 15 અને 18 વર્ષની છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ પુના અને થાણેના સૌથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યા મોટે ભાગે મુંબઇ, પુણે અને થાણેથી છે, જેના કારણે રાજ્યની સ્થિતિ ગંભીર બની છે. રાજ્યમાં, કોરોના વાયરસના કુલ 90 ટકા કેસો આ સ્થળોના છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે 4 એપ્રિલથી દરરોજ 100 થી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, બુધવાર સુધીમાં 714 કોરોના કેસ હતા જેમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધારાવીમાં કોરોના કેસ સામે આવ્યા બાદ આ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકારે કોરોના રોકવા માટે પગલા ભર્યા છે, પરંતુ અહીંથી સૌથી વધુ કોરોના કેસ બહાર આવ્યા છે.