દુબઈ: સંયુક્ત અરબ અમિરાતના દુબઈમાં લોકડાઉનના ચાલતા લોકોને ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દુબઈ શહેરનો રાજસ્વનો મોટો ભાગ દારૂના વેચાણથી જ થાય છે. એવામાં ત્યાં લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલેવરી શરૂ કરવામાં આવી છે. દારૂની હોમમ ડિલેવરીને મંજૂરી આપતા તંત્રએ નિવેદન જાહેર કર્યું કે, આવા સમયમાં આની ખુબ જરૂરત છે.
દુબઈના બે પ્રમુખ દારૂ વિતરકોએ હાથ મિલાવી બીયર અને દારૂની ઘર પર ડિલેવરી કરવાની રજૂઆત કરી છે. યૂરોમોનિટર ઈન્ટરનેશનલના બજાર અધ્યયન માટે વિશ્લેષક રાબિયા યાસ્મીને કહ્યું કે, આ સેક્ટરમાં લક્ઝરી હોટલ અને બાર ખુબ પ્રભાવી થયા છે, અને તેના લીધે શરાબની ખપત પર સીધી અસર પડી છે. દુબઈમાં ચોવીસ કલાકનું લોકડાઉન લાગેલું છે જેમાં લોકોને કરિયાણાની દુકાન જવા માટે પણ પોલીસ પાસે મંજૂરી માંગવી પડે છે. સરકારી અમીરાત્સએરલાઈન દ્વારા નિયંત્રિત કંપની મેરિટાઈ એન્ડ મર્સેન્ટાઈલ ઈન્ટરનેશનલ (એમએમઆઈ) તથા આફ્રિકન એન્ડ ઈસ્ટર્ને ભાગીદારી કરી એક વેબસાઈટ બનાવવામાં આવી છે, જેમાં દારૂ અને બીયરને ઘર સુધી પહોંચાડવાની રજૂઆત કરી છે. બંને કંપનીઓના અધિકારીઓનું માનવું છે કે, આ મહામારીના કારણે આ વર્ષે તેમના રાજસ્વ પર તેની અસર પડશે. એમએમઆઈના પ્રબંધ નિર્દેશક માઈક ગ્લેને કહ્યું કે, અમે ડિલેવરી માટે તૈયાર છીએ, અને તેમાં લોકોને પહેલાથી જ વધારે રસ છે. વિવાહ-તલાક પણ નહીં થાય
કોરોના વાયરસ લોકડાઉન સંબંધ બનાવી અને બગાડી પણ શકે છે. પરંતુ દુબઈમાં વાયરસનું સંક્રમણ ફેલવાની આશંકાને ધ્યાનમાં રાખતા આગામી સમય સુધી વિવાહ અને તલાક પર પ્રતિબંધ છે, જેથી લોકોનો જમાવડો ન થાય. દુબઈના ન્યાયિક વિભાગે કોરોના વાયરસ મહામારી અમીરાતમાં ફેલાય નહીં તે માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.