કોરોના મામલે ચીન અને અમેરિકા વચ્ચે UNSCની બેઠકમાં બબાલ

712

અમેરિકાએ ચીન પર ગંભીર આરોપો લગાવતા કહ્યુ કે,કોરોના વાયરસનો સ્ત્રોત ચીનનુ વુહાન શહેર હતુ,અને આના વિશે ચીનને સમયસર માહિતી આપી ના આપી

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના સંકટને લઇને UNSCમાં એક બેઠક મળી હતી,આ બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને આવી ગયુ હતુ.બન્ને દેશોએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.

અમેરિકાએ ચીન પર ગંભીર આરોપો લગાવતા કહ્યુ કે,કોરોના વાયરસનો સ્ત્રોત ચીનનુ વુહાન શહેર હતુ,અને આના વિશે ચીનને સમયસર માહિતી આપી ના આપી.

આના ચીને જવાબ આપતા કહ્યું કે,આ મહામારીના સમયે એકબીજા પર આરોપો લગાવવાથી આગળ નહીં વધી શકીએ.હાલ લોકોનુ જીવન બચાવનુ અમારી પ્રાથમિકતા છે.

UNSCની આ બેઠકમાં અમેરિકાએ પારદર્શી રીતે સમયસર હેલ્થ ડેટા જાહેર કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો,અમેરિકાએ કહ્યું કે,વુહાનનુ વિષ્લેષણ કરવામાં આવે,આ માટે વૈજ્ઞાનિક રીતે ડેટા એકઠો કરવો ખુબ જરૂરી છે.આ માટે ચીને સહયોગ કરવો પડશે.

ચીને બેઠકમાં કહ્યું કે, કોઇને બલિનો બકરો બનાવાથી ફાયદો નહીં થાય.લોકોની જિંદગી બચાવવા પર જોર આપો.વળી,રશિયાએ કોરોનાના સમયે બીજા દેશો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા પર વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે,ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી.આમાં સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુતેરેસે કહ્યું કે,આ મહામારીના સમયે દરેક દેશો આપસી મતભેદો ભુલીને કામ કરવુ જોઇએ.

Share Now