સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચેતાવણી આપી છે કે કોરોના વાયરસ મહામારીનો ફાયદો ઉઠાવી આંતકી જૈવિક હુમલાને અંજામ આપી શકે છે.ગયા ગુરૂવારે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC) ની બેઠકને સંબોધિત કરતા ગુટેરેસે કહ્યું કે,’કોરોના વાયરસ મહામારીથી લડવામાં કમજોરી અને તૈયારી ન હોવાથી આંતકવાદીઓને એક તક મળી ગઈ છે અને જૈવિક હુમલો થવાનું જોખમ વધુ વધી ગયું છે.’
મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે,’આંતકવાદી સંગઠન આ તકનો લાભ લઈ શકે છે કારણ કે આ સમય દુનિયાના બધા દેશોનું ધ્યાન આ વૈશ્વિક મહામારી પર છે.’ગુટેરેસે આગળ કહ્યું કે,’જૈવિક હુમલો થતા હિંસામાં વધારો થઈ શકે છે અને આ મહામારી વિરુદ્ધ આપણી લડાઈમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.કોરોના માહમારીના કારણે શરણાર્થીઓ અને વંચિતો સામે માનવાધિકારોનું સંકટ પણ ઉભું થઈ શકે છે.’ઉપરાંત તેમણે કહ્યું કે,’કોરોના વાયરસ એક એવી મહામારી છે જેના પરિણામ લાંબા સમય સુધી દેખાશે. આ મહામારીએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે એક મોટું જોખમ ઉભું કર્યું છે.’
આ સિવાય તેમણે કહ્યું કે,’આ મહામારીના કારણે સામાજિક તણાવ અને હિંસા વધી શકે છે.કોરોનાએ બીમારીઓ સામે લડવાની આપણી ક્ષમતાને નબળી કરી છે.આ બીમારી દુનિયા પર એક સ્વાસ્થ્ય સંકટ છે.તેમણે બેઠકમાં હાજર દરેક પ્રતિનિધિઓને કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલ સંકટને મળીને દૂર કરવા માટે પણ કહ્યું.’ આપણે જણાવી દઈએ કે ચીનથી ફેલાયેલ આ વાયરસે અત્યાર સુધા દુનિયાભરમાં 95 હજારથી વધુ લોકોના જીવ લીધા છે જ્યારે 16 લાખથી વધુ લોકો આની ચપેટમાં છે.