કોરોના વાઇરસ વિરુદ્ધ જંગમાં માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંસ્થા બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને બિહારને મોટી રાહતરૂપે મદદ મોકલી છે.આ ફાઉન્ડેશન તરફથી બિહારને ૧૫,૦૦૦ કોરોના ટેસ્ટ કિટ મોકલવામાં આવી છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી બન્યું જ્યાં બિલ ગેટ્સે બિહારને મદદ કરી હોય.ફાઉન્ડેશન તરફથી પહેલાં પણ બિહાર સરકારને અનેક પ્રકારની મદદ મળતી રહી છે. બિલ ગેટ્સ જાતે પણ બિહારની મુલાકાત લઈ ચૂક્યા છે અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે અનેક વાર ભેટ કરી ચૂક્યા છે.હવે કોરોના જેવી ઘાતક મહામારી વચ્ચે બિલ ગેટ્સની સંસ્થાએ બિહારને મહત્ત્વની અને ઘણી મોટી મદદ મોકલી સંબંધોને મજબૂત કર્યા છે.
મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે વીતેલાં ૨૦ વર્ષથી બાળકોના સ્વાસ્થને લઈને વિશ્વભરમાં જાગરૂકતા ફેલાવવાનું કામ કરી રહી છે. સંસ્થા બાળકોના રસીકરણનું પણ ઉમદા કાર્ય કરતી આવી છે.