Lockdown 2 અઠવાડિયા વધારવા અંગે થઇ શકે છે જાહેરાત! PM મોદી લેશે નિર્ણય

278

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટના લીધે લગાવવામાં આવેલા લોકડાઉનનો સમયગાળો 14 એપ્રિલના રોજ પુરો થાય છે.જેમ-જેમ તારીખ નજીક આવી રહી છે.તેમ-તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું તેને વધારવામાં આવશે? કોરોના સંકટનો સામનો કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા વાત કરી.

તેમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ અભિપ્રાય આપ્યો કે લોકડાઉનનો સમયગાળો અત્યારના પડકારોને જોતાં બે અઠવાડિયા માટે વધારી દેવો જોઇએ. સૂત્રોના અનુસાર એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યોના મંતવ્યો જાણ્યા બાદ કેન્દ્ર સરકાર લોકડાઉનને બે અઠવાડિયા સુધી વધારી શકે છે.સૂત્રોના અનુસાર કેન્દ્ર સરકાર આ સંબંધમાં કોઇ નિર્ણય આજે સાંજ સુધી લઇ શકે છે.

આ સાથે જ એ પણ અનુમાન લગાવવામાં આવ્યું રહ્યું હતું કે પીએમ મોદી અજે આ મુદ્દાઓ પર ફરી એકવાર દેશને સંબોધિત કરશે પરંતુ સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી આજે દેશને સંબોધિત નહી કરે.

Share Now