મોદી સરકારને પરેશાન કરવા માટે જમાતીઓનો ફિદાયીન હુમલો : રિઝવી

321

શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યું- જમાતીઓએ વાયરસ ફેલાવીને એક લાખ લોકોને મારવાની યોજના બનાવી હતી

નવી દિલ્હી,

દિલ્હીનું નિઝામુદ્દીન મરકઝમાં હાલ ખૂબ જ ચર્ચામાં છે. ગયા મહિને નિઝામુદ્દીન મરકઝમાં હજારોની સંખ્યામાં જમાતીઓ હાજર રહ્યા હતા. જેને કારણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. હવે આ મામલે કેન્દ્રીય શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી આને ‘ફિદાયીન હુમલો’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, તબલીગ જમાતે જીવલેણ વાયરસને ફેલાવીને ભારત પર ફિદાયીન હુમલાની યોજના બનાવી હતી.

રિઝવીએ જણાવ્યું હતું કે, જમાતીઓ વાયરસ ફેલાવીને એક લાખથી વધુ લોકોને મારવાની યોજના બનાવી હતી. આ યોજના મોદી સરકારને પરેશાન કરવા માટે બનાવવામાં આવી હતી અને વાસ્તવમાં આ વડાપ્રધાનની વિરુદ્ધ એક ષડયંત્ર છે.

રિઝવીએ વધુમાં જણાવ્યું હતું કે, જમાતી હવે મેડિકલ સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને તેમના પર હુમલો કરી રહ્યા છે જેથી મેડિકલ ક્ષેત્રને બદનામ કરી શકાય અને તેઓ કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું બંધ કરી દે. આ દેશની વિરુદ્ધ એક ષડયંત્ર હતું અને આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

Share Now