મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ, ‘જાન અને જહાન બંને જરૂરી’

278

લૉકડાઉન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક ખતમ થઈ ગઈ છે. મોટાભાગના રાજ્યોએ પીએમ મોદીને અનુરોધ કર્યો કે બે સપ્તાહ માટે લૉકડાઉન લંબાવવામાં આવે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર આ અનુરોધ પર વિચાર કરી રહી છે. વળી, પીએમ મોદીએ પણ લૉકડાઉન લંબાવવાના સંકેત આપી દીધા છે.

પીએમ મોદીએ બેઠક દરમિયાન કહ્યુ, ‘જાન હે તો જહાન હે, જ્યારે મે રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો, તો શરૂઆતમાં બળ આપ્યુ હતુ કે દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન બહુ જરૂરી છે, દેશના મોટાભાગના લોકોએ આ વાતને સમજી અને ઘરોમાં રહીને પોતાની ફરજ નિભાવી.’

પીએમ મોદીએ કહ્યુ, ‘હવે ભારતના ઉજ્વળ ભવિષ્ય, સમૃદ્ધ અને સ્વસ્થ ભારત માટે જાન પણ જહાન પણ, બંને પાસાંઓ પર ધ્યાન આપવુ જરૂરી છે. જ્યારે દેશનો દરેક નાગરિક જાન પણ અને જહાન પણ બંનેની ચિંતા કરીને પોતાની ફરજને નિભાવશે, સરકાર અને પ્રશાસનના દિશા-નિર્દેશનુ પાલન કરશે ત્યારે આ સંકટથી છૂટકારો મેળવી શકાય છે.’ પીએમ મોદીના જાન ભી અને જહાન ભી નિવેદન બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર અમુક સેક્ટર માટે રાહતનુ એલાન કરી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ નથી.

પીએમ મોદી સાથે બેઠક બાદ કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે, ‘પ્રધાનમંત્રીએ કહ્યુ કે આપણે લૉકડાઉન પર સમજૂતી ન કરવી જોઈએ અનેઆગલા 15 દિવસો સુધી આને લંબાવવાના સૂચન મળી રહ્યા છે. પીએમે કહ્યુ કે આગલા 1-2 દિવસમાં ભારત સરકાર આગલા 15 દિવસ માટે દિશા-નિર્દેશોનુ એલાન કરશે.’ વળી, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે, ‘પ્રધાનમંત્રીએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય યોગ્ય લીધો છે. આજે ભારતની સ્થિતિ વિકસિત દેશોની તુલનામાં એટલા માટે સારી છે કારણકે આપણે લૉકડાઉન પહેલા લાગુ કર્યુ.’

Share Now