– અમેરિકામાં અત્યાર સુધી 1.68 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે
– કેનેડામાં કોરોના મહામારીને લીધે માર્ચ મહિનામાં 10 લાખથી વધુ લોકોની નોકરીઓ છીનવાઇ
એજન્સી, જીનેવા
સમગ્ર વિશ્વને પ્રભાવિત કરનાર કોરોના મહામારી દુનિયાભરના લોકોની રોજી-રોટી સામે મહાસંકટ બની રહી છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનને લીધે લાખો લોકોની નોકરીઓ ખતમ થઇ થઇ રહી છે. કોરોના મહામારી અને લોકડાઉનને લીધે એકલા અમેરિકામાં જ 1.68 કરોડ લોકો બેરોજગાર બની ચૂક્યા છે. આ લોકોએ સરકારી પેકેજ હેઠળ નોકરી માટે અરજી કરી છે. આ આંકડો ત્રણ અઠવાડિયાનો છે.
ભારતમાં પણ કોરોના મહામારીને લીધે વિવિધ ક્ષેત્રોના 40 કરોડથી વધારે મજૂરોના રોજગાર પર અસર પડી હોવાની સંભાવના છે. અન્ય દેશોમાં પણ કરોડો લોકો બેરોજગાર બન્યા હોવાની આશંકા છે.
ઇન્ટરનેશન લેબર ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ મુજબ કોરોના મહામારીએ અસંગઠિત ક્ષેત્રોના 40 કરોડ લોકોને ગરીબીમાં થકેલી દીધા છે. ILO મુજબ ભારત એવા દેશોમાં સામેલ છે જેની પાસે ખરાબ સ્થિતિમાં લડવા માટે પૂરતા પ્રમાણમાં સંસાધનોની અછત છે. ILO મુજબ ભારતની 45 કરોડની કુલ વર્કફોર્સનો 90 ટકા ભાગ અસંગઠિત ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. સંસ્થાના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં 200 કરોડથછી વધારે લોકો અનોપચારિક ક્ષેત્રો સાથે જોડાયેલા છે અને કોરોના મહામારી તેમના રોજગાર પર મહાસંકટ બની રહી છે. રિપોર્ટ મુજબ દુનિયાભરમાં દરેક પાંચમાંથી ચાર વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે લોકડાઉનથી પ્રભાવિત છે. જેમાં ભારત, નાઇઝીરીયા અને બ્રાઝીલ જેવા દેશો સામેલ છે.
કોરોના મહામારીમાં જર્મની પણ બેહાલ બન્યુ છે, અહીં પણ મોટાપાયે લોકો બેરોજગારીનો શિકાર બની રહ્યા હોવાના અહેવાલ છે. સરકારી આંકડાઓ મુજબ જર્મનીમાં અત્યાર સુધી 6.5 લાખથી વધારે લોકોએ કામ કરવાનો સમય ઘટાડવાની માંગ કરી છે. કેનેડા લેબર ફોર્સ સર્વે મુજબ કોરોના મહામારીને લીધે માર્ચ મહિનામાં 10 લાખથી વધુ લોકોની નોકરીઓ છીનવાઇ ચૂકી છે. કેનેડામાં માર્ચ મહિના દરમિયાન બેરોજગારી દર 2.2 ટકાથી વધીને 7.8 ટકાએ પહોંચી ગયો છે.