દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાવવા ચીનની માસ માર્કેટ નહીં પણ લેબ જ જવાબદાર

756

નિયાભરમાં કોરોના વાઈરસ ફેલાવવા માટે ચીનની ચીનની માસ માર્કેટ નહીં પણ લેબ જ જવાબદાર છે. એ જ ચીનની લેબ જે અમેરિકાના પૈસે ચામાચીડીયાઓ ઉપર સંશોધન કરતી હતી. આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનની એક લેબ દ્રારા અમેરિકાના ભંડોળથી ગુફામાં રહેલા વળવાંગડાઓ ઉપર સંશોધન કરતી હતી.

અમેરિકાએ 10 કરોડ રૂપિયા આપ્યા

ડેલી મેલ દ્રારા પ્રકાશિત કરવામાં આવેલી ખબર પ્રમાણે વુહાન ઈન્સટીટ્યુટ ઓફ વીરોલોજીમાં આ રિસર્ચ કરવામાં આવી રહી હતી. અમેરિકન સરકાર દ્રારા આ શોધ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ચીનની આ લેબ પર પહેલાં પણ આરોપ પ્રત્યારોપ લાગી ચૂક્યા છે કે તેણે વાઈરસ ફેલાવ્યા છે. આ લેબ વુહાનની માંસ માર્કેટની નજીક આવેલી છે. શોધ માટે તેમણે 1000 મીલ દૂર ગુફાઓમાંથી ચામાચીડીયા પકડ્યા હતા.

લેબોરેટરીના કાગળો

વેબસાઈટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને લેબોરેટરીમાંથી કંઈક એવા કાગળો મળ્યા છે, જેનાથી ખ્યાલ આવે છે કે ત્યાં વૈજ્ઞાનિકો યુએસ નેશનલ ઈન્સટિટ્યૂટ ઓફ હેલ્થના ફંડથી ચામાચીડીયાઓ પર પ્રયોગ કરતા હતા. આવું પહેલાં પણ સામે આવી ચૂક્યું છે કે વાઈરસ કોઈ પ્રયોગના કારણે જ લેબમાંથી ફેલાયો છે. હવે ડેઈલી મેલની રિપોર્ટથી આ ખબરને હવા પણ મળે છે.

બની શકે કોરોના એટલે જ ફેલાયો

આ સમાચાર સામે આવ્યા બાદ અમેરિકામાં પણ વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. અમેરિકાના સાંસદ મેટ ગેટ્સે કહ્યું છે કે, હું આ જાણીને નિરાશ છું કે વર્ષોથી અમેરિકન સરકાર વુહાન ઈન્સટીટ્યુટને જાનવરો પર આવા ખતરનાક અને ક્રૂર પ્રયોગ કરવાના પૈસા આપતી હતી. બની શકે કે આ કારણે જ દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાયો હોય.

પ્રયોગ બાદ જાનવરને વેચવામાં આવે છે

આવા પ્રયોગો વિરૂદ્ધ અવાજ ઉઠાવનારા એક અમેરિકી સંગઠન વ્હાઈટ કોટ વેસ્ટે કહ્યું કે, અમેરિકાની સરકાર ટેક્સના રૂપિયા આવા કામમાં ખર્ચ કરે છે. એવું સાંભળ્યું છે કે વાઈરસના જાનવર અથવા તો એવા પ્રયોગ બાદ ફેંકવામાં આવેલા જાનવરને ત્યાંના બજારમાં વેચવામાં આવે છે.

સાર્સ પણ વુહાનની લેબમાંથી જ ફેલાયો હતો

જો કે આ સમગ્ર ઘટસ્ફોટ બાદ વુહાન ઈન્સટીટ્યૂટ દ્રારા આ આરોપોનું ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રયોગશાળાને ચીનની સરકાર દ્રારા વર્ષ 2003માં બનાવવામાં આવી હતી. એ સમયે ચીનમાં સાર્સ વાઈરસ ફેલાયેલો હતો. સાર્સ પણ કોરોનાનો જ એક વાઈરસ હતો. જેના કારણે 775 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વભરના 8 હજાર લોકો સાર્સ વાઈરસના કારણે પ્રભાવિત થયા હતા.

Share Now