કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી પણ દેશભરમાં યથાવત્ છે. કેન્દ્ર સરકાર દ્રારા દર્શાવેલા આંકડા અનુસાર દેશમાં આજે સવારે ૮ વાગ્યા સુધીના સમયમાં આ રોગને કારણે ૩૩૧ જણના મરણ થયા છે. કુલ કેસોની સંખ્યા ૯ હજારને પાર ગઈ છે.અત્યાર સુધીમાં ૯ ,૨૦૫ કેસો નોંધાયા છે અને ૮૫૬ જણ સાજા થઈ ચૂકયા છે.દેશના ૨૬ રાયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો કોરોનાનાં ચેપનો શિકાર બન્યા છે.
ગઈ કાલે રવિવારે દેશભરમાં કોરોનાનાં નવા ૭૫૩ કેસો નોંધાયા હતા.આમાંના ૨૨૧ કેસ મહારાષ્ટ્ર્રમાં, ૧૦૬ તામિલનાડુમાં,૧૦૪ રાજસ્થાનમાં અને ૩૩ મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા.
મહારાષ્ટ્ર્રમાં અત્યાર સુધીમાં ૧૯૮૨ જણને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂકયો છે. આમાંના ૧૧૩ જણ મુંબઈના છે.૭ જણ મુંબઈની પડોશના મીરા-ભાયંદર વિસ્તારમાં,નવી મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં ૨-૨ નવા દર્દીને કોરોનના થયાનો અહેવાલ છે.મહારાષ્ટ્ર્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના બીમારીને કારણે ૨૨ જણના મોત થયા.આમાં,૧૬ જણ મુંબઈના હતા,૩ પુણે,બે જણ નવી મુંબઈના અને એક જણ સોલાપુરનો હતો.
મૃતકોમાં ૧૩ પુષો અને ૯ મહિલાનો સમાવેશ થાય છે.એમાંના ૬ જણની વય ૬૦થી વધારે હતી યારે ૧૫ મૃતકોની વય ૪૦-૬૦ની વચ્ચે હતી.એક જણની ઉંમર ૪૦ કરતાં ઓછી હતી.૨૨ દર્દીઓમાંના ૨૦ જણને ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અસ્થમા અને હૃદયની બીમારી હતી.આ સાથે મહારાષ્ટ્ર્રમાં મરણાંક વધીને ૧૪૯ થયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ, દેશભરમાં ૪૦ જેટલી કોરોના વાઈરસ પ્રતિબંધક રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.પરંતુ સંસ્થાનું કહેવું છે કે,હાલ સમસ્યા એ છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની દવાઓ ઉપલબ્ધ નથી.કોરોનાના ચેપગ્રસ્તોમાંના ૨૦ ટકા કેસોને જ આઈસીયૂમાં રાખવાની જર પડી છે.બાકીના ૮૦ ટકા કેસોમાં ચેપ મામુલી હોવાનું માલુમ પડું છે.
રવિવારે આશરે બે લાખ જેટલા તબીબી નમૂનાની કોરોના માટે ચકાસણી કરવામાં આવી હતી. રવિવાર, ૧૨ એપ્રિલે રાતે ૯ વાગ્યા સુધીમાં દેશભરમાં કુલ ૧ લાખ ૯૫ હજાર ૭૪૮ સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી ચૂકી હતી. દેશભરમાં તબીબી વ્યવસાયના આશરે ૯૦ જણને કોરોના પોઝિટીવ થયાનું માલૂમ પડું છે.આમાં ડોકટરો,નર્સ અને પેરા-મેડિકલ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે.