લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના બને તેવી શક્યતા : ૧૫મીથી શું થશે અને કેટલી રાહતો મળશે તેનો ઈન્તજાર

300

યોજનાને અંતિમ રૂપ અપાયા બાદ વડાપ્રધાન દેશને સંબોધિત કરશે

દેશમાં લોક ડાઉન આવતીકાલે પૂરો થશે અને હવે પછી શું થશે તે ચર્ચા દેશભરમાં છે અને ઈંતેજારી નો માહોલ પણ છે.લોકડાઉન વધારવામાં આવશે કે રાહતો અપાશે આ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્ર સરકાર દ્રારા લોક ડાઉન માં કેટલીક છૂટછાટ આપવા અંગે આખી યોજના ઘડવામાં આવી રહી છે.

આ યોજનાને અંતિમ પ આપી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે તેવી માહિતી સરકારના વર્તુળો એ આપી છે.આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે દેશમાં કેસ વધી રહ્યા છે છતાં અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ સારી છે.બીજી બાજુ નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે આર્થિક ગતિવિધિઓને ચરણ બદ્ધ રીતે શ કરવાની યોજનાને અંતિમ પ આપવામાં આવી રહ્યું છે.સરકારના વર્તુળો એવો સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર એવા વિસ્તારોમાં આર્થિક ગતિવિધિ શ કરાવવા માંગે છે યાં કોરોના ના કેસ ઓછા હોય અને યાં સ્થિતિ ગંભીર ન હોય.સરકાર ને દેશવ્યાપી લોક ડાઉન આગળ વધારવા અંગે સૂચનો મળી રહ્યા છે અને એક સૂચન એવું પણ છે કે ૧૫થી વધુ કેસવાળા વિસ્તારોને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવે.

એ જ રીતે ૧૫ થી ઓછા કેસવાળા વિસ્તારોને ઓરેન્જ ઝોન તેમજ યાં કોઈ કેસ જ નથી તેવા વિસ્તારોને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવે એવા સૂચનો થયા છે અને તેના પર ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે.

આ યોજનાને અંતિમ પ આપી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન દેશને સંબોધિત કરશે અને કેટલીક જાહેરાતો કરશે તેમ માનવામાં આવે છે.દેશમાં લોક ડાઉન નો સમય ગાળો આવતીકાલે પૂરો થઈ રહ્યો છે ત્યારે ૧૫મીથી શું થશે અને કેટલી રાહતો મળશે તેનો ઈન્તજાર આખા દેશમાં છે અને વડાપ્રધાન શું જાહેરાત કરે છે તેના તરફ સૌની નજર મંડાઇ ગઇ છે.કેટલાક રાયોએ તો લોક ડાઉન ૩૦ એપ્રિલ સુધી વધારી દીધું છે અને એમ કરીને કોરોના થી વધી રહેલા કેસોને અટકાવવાની તેમની યોજના છે

Share Now