નેપાળ: ભારત પછી નેપાળમાં પણ તબલીગી જમાતીઓ કોરોના ફેલાવાનુ માધ્યમ બન્યા, મસ્જિદો-મદરેસા પર રેડ

287

– ભારત-નેપાળની સરહદ સીલ કરવામાં આવી
– 5000 જેટલા ભારતીય તબલીગી જમાતીઓ નેપાળના સરહદી વિસ્તારોમાં સંતાયા હોવાનો રિપોર્ટ

કાઠમંડુ,

તબલીગી જમાતીઓએ માત્ર ભારતમાં જ કોરોના ફેલાવાનુ માધ્યમ નથી બન્યા,પડોસી દેશ નેપાળમાં પણ ત્રણ ભારતીય તબલીગી જમાતી કોરોનાથી પીડિત હોવાનો ખુલાસો થયો છે.આ ખુલાસા પછી અહીં જાણે હડકંપ મચી ગયો છે.નેપાળ સરકારે પણ આ પ્રવૃત્તિ વિરુદ્ધ મસ્જિદો અને મદરેસાઓમાં રેડ પાડવાનુ શરુ કરી દીધુ છે.

નેપાળે જે જાલિમ મિયાને લઇને ગુપ્ત વિભાગને ભારતમાં કોરોના ફેલાવવાના કાવતરાના ઇનપુટ આપ્યા હતા,એના પૂરાવા મળી રહ્યા છે.કારણ કે જાલિમ મિયાંના સંરક્ષણમાં રહેલા 26માંથી 3 ભારતીય જમાતી કોરોના પોઝિટીવ મળી આવ્યા છે.

બે દિવસ પહેલા ભારતીય મીડિયામાં સમાચાર આવ્યા હતા કે કોરોનાથી પ્રભાવિત લોકોને જાલિમ મિયા ભારતમાં મોકલી આતંક ફેલાવવાનુ કાવતરુ કરી રહ્યો છે.ભારત-નેપાળ પર તૈનાત એસએસબીના સૂત્રોના આધારે બિહારના પૂર્વ અને પશ્ચિમ ચંપારણના જીલ્લાધિકારીને આ વિશે પત્ર લખી સૂચના આપી હતી.

નેપાળમાં ત્રણ તબલીગી જમાતીઓ કોરોના પોઝિીટીવ હોવાનો ખુલાસો થયા પછી બિહારમાં પણ કોરોના ફેલાવાનો ભય વધી ગયો છે.નેપાળ ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્તમાન સમયમાં પણ ભારતીય સરહદો સાથે જોડાયેલા જીલ્લાઓમાં 5000 જેટલા ભારતીય તબલીગી જમાતી સંતાયા છે. નેપાળના જનકપુરમાં જ 3500થી વધારે તબલીગી જમાતીઓ સંતાયા હોવાના અહેવાલ છે.નેપાળ સરકારે તમામ મસ્જિદ અને મદરેસામાં રેડ પાડી વિદેશી જમાતીઓની ધરપકડ કરવાની ઝૂંબેશ ચલાવી છે.આ સાથે ભારત-નેપાળની સરહદની સીલ કરી દેવામાં આવી છે.

Share Now