કોરોના મહામારી વચ્ચે વડોદરામાં સેનીટાઈઝની કામગીરી મામલે વોર્ડ ઓફિસર અને સ્ટાફ સાથે ભાજપના નગર સેવક કલ્પેશ પટેલે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતુ.તેમણે અધિકારીઓ તેમના વોર્ડમાં સેનેટાઈઝર ન કરતા હોવાનો આક્ષેપ કરીને બબાલ કરી હતી.મહત્વનું છે કે કલ્પેશ પટેલનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન હોવા છતાં તેમણે તેનો ભંગ કર્યો અને વોર્ડ નંબર-4ની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યોહતો.
ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ
કલ્પેસ પટેલે અધિકારીઓને અપશબ્દો સંભળાવી ગેરવર્તન કર્યું હતું.એટલું જ નહીં તેઓ અર્ધનગ્ન થઈ રોડ પર ઉભા રહી ગયા હતા અને તેમનો આ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે.ત્યારે આ તેમના જ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ પણ ઘટના સ્થળે પહોંચી સમજાવટનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,કલ્પેશ પટેલના પુત્ર વિદેશી આવ્યા હોવાથી તેમનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન છે.તેમ છતાં તેઓ બહાર આવ્યા તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.