કોરોનાનો કહેર, વડોદરામાં વધુ 4 કેસ પોઝિટીવ

299

રાજ્યમાં અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ રહી છે.વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસ 106ને થયા છે.વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં એક,નાગરવાડામાં ત્રણ અને રાવપુરા વિસ્તારમાં એક રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

રેશનીંગની દુકાનના સંચાલક પણ કોરોના પોઝિટીવ

નાગરવાડા વિસ્તારની બે રેશનિંગ દુકાનોના સંચાલકોના Corona પોઝિટિવ રિપોર્ટ આવતા બંને ભાઇઓ સાથે સંપર્ક ધરાવતા ગ્રાહકો તેમજ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.તંત્ર દ્વારા બંને સંચાલકોના સંપર્કમાં આવેલી વ્યક્તિઓેને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં કુલ આંકડો 538 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે રાજ્યનાં 20 જેટલા જિલ્લાઓમાં કોરોના વાયરસ પ્રસર્યો છે. જ્યારે રાજ્યમાં કુલ આંકડો 538 પર પહોંચ્યો છે. કુલ 25 દર્દીઓનાં મોત નિપજ્યાં છે,જ્યારે સારવાર દરમ્યાન સાજા દર્દીઓની સંખ્યા 44 છે જેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાના કેસ 10 હજાર નજીક પહોંચ્યા

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે.ત્યારે corona થી દેશમાં છેલ્લા 24 કલાકમાં 41નાં મોત નીપજ્યાં છે અને નવા 816 કેસ નોંધાયા છે.આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 9,136 થયા છે અને મૃત્યુઆંક 328 થયો છે અને 996 લોકો સાજા થયા છે.જોકે,કોરોના સામેની લડતમાં સરકારની તૈયારીઓ એડવાન્સ લેવલની હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.સરકારે કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ કરવા પર વધુ ભાર મૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1.86 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા છે,જેમાંથી 4.3 ટકા પોઝિટિવ આવ્યા છે.

Share Now