– ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના નવા 6 કેસ નોંધાયા છે.આ સાથે વડોદરામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 108 પર પહોંચી છે.
વડોદરા: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે.વડોદરા શહેરમાં કોરોના વાયરસના નવા 6 કેસ નોંધાયા છે.આ સાથે વડોદરામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 108 પર પહોંચી છે.રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 544 પર પહોંચી છે.આ પહેલા સવારે નવા 22 કેસ પોઝિટિવ આવ્યા હતા.ઉપરાંત 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આજના નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 544 પર પહોંચી છે.
આજે જે નવા 22 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 13, આણંદ-1, વડોદરા-1, બનાસકાંઠા-2 અને સુરતમાં 5 નવા કેસ સામે આવ્યા છે. બપોર બાદ વડોદરા શહેરમાં નવા 6 કેસ નોંધાયા છે.
આજે જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં અમદાવાદના 76 વર્ષના પુરુષ અને વડોદરાના 27 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.ઉપરાંત આજે જે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટના બે અને ગિર સોમનાથના 1 દર્દીનો સમાવેશ થાય છે.