મધ્યપ્રદેશમાં સરકાર માંદી પડ્યાની જેવી સ્થિતિ હાલમાં કોરોનાની સારવાર કરી રહેલા મેડિકલ ઓફિસરોની પણ થઈ છે.કોરોનાની સારવાર કરનાર ડોક્ટર, નર્સની સાથે રાજ્યના આરોગ્ય સચિવ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.મધ્યપ્રદેશના મુખ્ય આરોગ્ય સચિવ આ રોગથી પીડિત છે.તો સ્વાસ્થ્ય વિભાગના 29 ઓફિસરો પણ કોરોનાથી પીડિત થયા છે.આ સિવાય 7 પોલિસ કર્મીઓ પણ કોરોનાની ઝપેટે આવી ગયા છે.
12 નવા પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા
શનિવારે રાજ્યના પાટનગર ભોપાલમાં 47 વર્ષના આઈએએસ અધિકારી અને તેના 18 વર્ષના પુત્ર સહિત 12 નવા પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 730 થઈ ગઈ છે.રાજ્ય આરોગ્ય કમિશનર ફૈઝ અહેમદ કિદવાઈએ મંગળવારે સવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 1171 લોકોનાં નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.તેમાંથી 126 લોકોને કોરોના ચેપ લાગ્યો છે.
વાયરસના ચેપનું પ્રમાણ વધીને 730 થઈ ગયું
આમ,સોમવાર રાત સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના ચેપનું પ્રમાણ વધીને 730 થઈ ગયું છે.તેમણે કહ્યું કે રાજ્યના કોરોના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટીકમગઢ જિલ્લો પણ જોડાયો છે.ટીકમગઢના કોરોનામાં પણ એક વ્યક્તિને ચેપ લાગ્યો છે.કિદવાઈએ જણાવ્યું હતું કે રાજ્યના 278 વિસ્તારોને પ્રતિબંધિત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 50 લોકોનાં મોત નીપજ્યાં છે.