લો આવ્યું નવું નામ ! કોરોનાના કેર વચ્ચે બાળકનો જન્મ થતાં પુત્રનું નામ “સૅનેટાઇઝર ” રાખ્યું

293

સહારનપુર,

કોરોના વાયરસ મહામારી સમયે લોકડાઉનમાં લોકો ઘરમાં બંધ છે.આવા સમયે કોરોના અને સેનિટાઈઝર બે જ નામ કાને સંભળાય છે.કોરોના લોકોનામાં ડર ઊભો કરી રહ્યો છે ત્યારે સેનિટાઈઝર બચાવની આશા છે.ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સોમવારે જન્મેલા નવજાતનું નામ ઘરના લોકોએ ‘સેનિટાઈઝર’ રાખવામાં આવ્યું છે.

કોરોના મહામારી વચ્ચે પુત્ર જ તેમની આશા છે.કેમકે આજે આખી દુનિયા જે અજાણ ખતરા સામે લડી રહી છે ત્યારે તેની સામે બચવાની ભૂમિકા સેનિટાઈઝર કરી રહ્યું છે.આવી સ્થિતિમાં પુત્રનું આવું નામ રાખવું તેમને ઉચિત લાગ્યું હતું.તેનું આ નામ ભવિષ્યમાં પણ દેશહિતમાં લેવાયેલા લોકડાઉનના પગલાની યાદ અપાવશે.

પ્રાપ્ત માહિતી મુજબ,સહારનપુરમાં મોહલ્લા વિજય વિહાર કોલોનીમાં રહેતા ઓમવીર સિંહ મોબાઈલ રિચાર્જનું કામ કરે છે.રવિવાર સાંજે તેની પત્ની મોનિકાએ સહારનપુરની શારદા નગર કોલોનીમાં હોસ્પિટલમાં પુત્રનો જન્મ આપ્યો હતો.દંપતીએ પોતાના નવજાત શિશુને ખોળામાં લઈને આનંદિત થતા હતા ત્યારે ઓમવીરે નવજાત પુત્રનું નામ સેનિટાઈઝર નામથી બોલાવ્યો હતો.

હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને નર્સોએ આ નામ સાંભળીને તાળીઓ વગાડી હતી અને તેનું સ્વાગત કર્યું હતું. ઓમવીરનું કહેવું છે કે,કોરોના જેવી જીવલેણ બીમારી વચ્ચે દરેક લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે.જ્યારે દેશના વડાપ્રધાન મોદીએ પણ દેશમાં લોકડાઉન કરીને ઘરોમાં રહેવાની સલાહ આપી છે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

ઓમવીરે જ્યારે આ વાત પોતાના પરિવારજનો અને સંબંધીઓને જણાવી ત્યારે એક સ્વરમાં ઓમવીર અને તેની પત્નીના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ઓમવીરનું કહેવું છે કે,તેમના પુત્રનું નામ હંમેશા લોકોને કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીથી બચવાની યાદ અપાવશે.દંપતી પોતાના નવજાત બાળકનું નામ સેનિટાઈઝર રાખીને ખુબ જ આનંદિત થયા છે.

Share Now